શેરબજાર બુધવારે લાલ નિશાનમાં ખૂલ્યુ હતું જ્યારે બપોરે 3.30 કલાકે શેરબજાર લાલ નિશાનમાં જ બંધ થયુ હતું. ત્યારે બપોરે 3.30 કલાકની સ્થિતિ વિશે વાત કરીએ તો, 72.56 પોઇન્ટના ઘટાડા સાથે 74,049.65 અંકે બંધ થયો. જ્યારે નિફ્ટી 29.85 પોઇન્ટના ઘટાડા સાથે 22,468.05 અંકે બંધ થયો. 

લાલ નિશાનમાં બંધ માર્કેટ 

ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી 12 માર્ચે વધારા સાથે ખુલ્યા હતા પરંતુ ટૂંક સમયમાં જ તેમના બધા ફાયદા ગુમાવી દીધા અને ઘટાડામાં સરી ગયા હતા.  બીજી બાજુ 11 માર્ચે, બજાર બીજા એક અસ્થિર ટ્રેડિંગ સત્રમાં ફ્લેટ બંધ થયું. ગઈકાલે, મેટલ, રિયલ્ટી, ટેલિકોમ, ઓઇલ અને ગેસ શેરોમાં ખરીદી વચ્ચે નિફ્ટી 22,500 ની આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો.

આજે એશિયન બજારોમાં તેજી

બુધવારે મોટાભાગના એશિયન બજારોમાં સુધારો જોવા મળ્યો હતો, જ્યારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ યોજનાઓ અને સંભવિત મંદીની ચિંતાઓને કારણે વોલ સ્ટ્રીટમાં અસ્થિરતા જોવા મળી હતી.

જાપાનનો નિક્કી ઇન્ડેક્સ સપાટ હતો પરંતુ તેમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે ટોપિક્સ ઇન્ડેક્સ 0.69% વધ્યો હતો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 1.18% વધ્યો, જ્યારે ઓસ્ટ્રેલિયાનો ASX 200 ઇન્ડેક્સ 1.6% ઘટ્યો.

ગઈકાલે બજારનો ટ્રેન્ડ કેવો રહ્યો?

છેલ્લા ટ્રેડિંગ સત્રમાં એટલે કે મંગળવાર (11 માર્ચ) ના રોજ, સ્થાનિક શેરબજારમાં અસ્થિર વેપાર જોવા મળ્યો. બીએસઈ સેન્સેક્સ 73,743.88 પર ખુલ્યો અને દિવસ દરમિયાન 74,195.17 ની ઊંચી સપાટીએ પહોંચ્યો. અંતે તે 12.85 રૂપિયા (૦.02%) ના ઘટાડા સાથે લાલ નિશાનમાં બંધ થયો.

નિફ્ટી 50 22,345.95 પર ખુલ્યો અને 22,522.10 ની ઊંચી સપાટીએ પહોંચ્યો. આ પછી, તે આખરે 37.60 પોઈન્ટ એટલે કે 0.17% વધીને 22,497 પર બંધ થયો.