કારોબારી સપ્તાહના ચોથા દિવસે એટલે કે ગુરુવારે શેરબજારમાં ઘટડો જોવા મળ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં બંધ થયા છે. સેન્સેક્સ 76,092.78 અંક પર −78.30 પોઇન્ટના ઘટાડા સાથે બંધ થયો. જ્યારે નિફ્ટી 23,019.90 અંક પર −25.35 પોઇન્ટના ઘટાડા સાથે બંધ થયો. 

સેન્સેક્સમાં ઘટાડો

શરૂઆતના કારોબારમાં સારો ફાયદો નોંધાવ્યા પછી, સ્થાનિક શેરબજારો ફરી ઘટાડામાં સરકી ગયા. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વેપાર યુદ્ધ અને વિદેશી રોકાણકારો દ્વારા વેચાણ વચ્ચે આજે બજારમાં રોકાણકારોએ નફો મેળવ્યો હતો. 30 શેરોવાળો બીએસઈ સેન્સેક્સ આજે 76,201.10 પર ખુલ્યો હતો જે પાછલા બંધ દર કરતા 30.02  પોઈન્ટ અથવા 0.04  ટકા વધુ છે. બપોરે 3.30  વાગ્યે, તે 78.30 અથવા 0.10% ઘટીને 76,092.78 પર બંધ થયો હતો. 

નિફ્ટીમાં ઘટાડો 

નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફ્ટી50 પણ લીલા રંગમાં 10.50 પોઈન્ટ અથવા 0.05 ટકાના વધારા સાથે 23,055.75 પર ખુલ્યો હતો જે બપોરે 3.30 કલાકે   0.060% ના નજીવા ઘટાડા સાથે 23,031.40  પર બંધ થયો હતો. 

વૈશ્વિક બજાર અપડેટ

એશિયન બજારોમાં, ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ નુકસાનમાં હતો જ્યારે જાપાનનો નિક્કી, હોંગકોંગનો હેંગ સેંગ અને દક્ષિણ કોરિયાનો કોસ્પી નફામાં હતો. બુધવારે યુએસ બજારો નકારાત્મક વલણ સાથે બંધ થયા. S&P 500 0.27% ઘટ્યો, ડાઉ જોન્સ 0.5% ઘટ્યો, જ્યારે નાસ્ડેક કમ્પોઝિટ 0.03% વધ્યો.

યુએસ-ચીન વેપાર યુદ્ધ પર અપડેટ્સ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજે 'પારસ્પરિક ટેરિફ પ્લાન'ની જાહેરાત કરી શકે છે, જેના હેઠળ તેઓ અમેરિકા પર આયાત ડ્યુટી લાદતા તમામ દેશો પર ટેરિફ લાદશે. ટ્રમ્પે કહ્યું છે કે યુક્રેન યુદ્ધનો અંત લાવવા માટે વાતચીત "તાત્કાલિક" શરૂ થશે. તેમણે આ મુદ્દા પર રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર પણ ચર્ચા કરી.