આજે સપ્તાહના બીજા દિવસે બજારના આરંભે નબળી શરૂઆત જોવા મળી હતી. અને હવે અત્યારે બજાર બંધ થવાના સમયે સેન્સેક્સ 1,300 પોઈન્ટ ગગડ્યો અને નિફ્ટી 360.10 પોઈન્ટ ઘટયો. આજે બપોરે  સેન્સેકસ (−1,382.35) 81,047.55ના સ્તર પર બંધ થયો અને આ જ સમયે નિફ્ટી 24,564.60ના સ્તર પર બંધ થયો.


આજે 13 મેના રોજ ભારતીય શેરબજારોમાં ભારે ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ  1300 પોઈન્ટ અથવા 1.55 ટકા ઘટીને 81,047.55 પર બંધ થયો. તે જ સમયે, નિફ્ટી 346.35 પોઈન્ટ ઘટીને  24,564.60 ના સ્તરે સરકી ગયો. આ ઘટાડો એવા સમયે આવ્યો છે જ્યારે એક દિવસ પહેલા જ શેરબજારમાં રેકોર્ડબ્રેક ઉછાળો જોવા મળ્યો હતો. સોમવારે, સેન્સેક્સ લગભગ 3000 પોઈન્ટના વધારા સાથે બંધ થયો, જે છેલ્લા 4 વર્ષમાં સૌથી મોટો વધારો હતો. બજારના નિષ્ણાતો કહે છે કે ગઈકાલના શાનદાર વધારા પછી, આજે શેરબજારોમાં પ્રોફિટ બુકિંગ ચાલુ છે, જેના કારણે વેચવાલી જોવા મળી રહી છે.

સોમવારે બુલેટ ગતિએ બજારની ઉડાન જોવા મળી. આજે સેન્સેકસ 2900 પોઈન્ટના ઉછાળા સાથે 82,380 ના સ્તર પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી પણ 900 પોઈન્ટના ઉછાળા સાથે 24,900ના સ્તરે બંધ થયો હતો. સપ્તાહના પ્રથમ દિવસે ઘરેલુ શેરબજારમાં તેજી જોવા મળતા રોકાણકારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. અને આજે બીજા દિવસે બજારમાં નબળી શરૂઆત બાદ બંધ થવાના સમયે સેન્સેકસમાં 1300 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો.

  • Follow us on: