સોમવારે લાલ નિશાનમાં શેર બજારની શરૂઆત બાદ બપોરે 3.30 કલાકે શેરબજાર લીલા નિશાનમાં બંધ થયુ. સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં બંધ થયા. સેન્સેક્સ +57.65 પોઇન્ટના વધારા સાથે 75,996.86 અંકે બંધ થયું. જ્યારે નિફ્ટી 37.25 પોઇન્ટના વધારા સાથે 22,966 અંકે બંધ થયો.
નજીવો વધારો
શરૂઆતના ઘટાડા પછી શેર બજારમાં શાનદાર રિકવરી જોવા મળી અને બજાર નીચલા સ્તરથી સુધારા સાથે બંધ થયું. મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં શાનદાર રિકવરી જોવા મળી. ફાર્મા, મેટલ, PSE શેરોમાં ખરીદી જોવા મળી હતી જ્યારે ઓટો, IT, FMCG શેરોમાં દબાણ જોવા મળ્યું હતું. કારોબારના અંતે, સેન્સેક્સ 57.65 પોઈન્ટ અથવા 0.08 ટકાના વધારા સાથે 75,996.86 પર બંધ થયો. બીજી તરફ, નિફ્ટી 30.25 પોઈન્ટ અથવા 0.13 ટકાના વધારા સાથે 22959 પર બંધ થયો હતો.
ટોપ ગેનર અને લુઝર
નિફ્ટીમાં બજાજ ફિનસર્વ, અદાણી એન્ટરપ્રાઇઝ, પાવર ગ્રીડ કોર્પ, ઇન્ડસઇન્ડ બેંક અને શ્રીરામ ફાઇનાન્સ ટોચના વધ્યા હતા. જ્યારે નિફ્ટીમાં એમ એન્ડ એમ, ભારતી એરટેલ, વિપ્રો, ટીસીએસ, ઇન્ફોસિસ સૌથી વધુ ઘટ્યા હતા. મહત્વનું છે કે આજે સવારે 30 શેરોવાળો બીએસઈ સેન્સેક્સ 300 પોઈન્ટ ઘટીને 75641 પર ખુલ્યો. ખુલ્યાના થોડા સમય પછી, તે 75,294 પોઈન્ટ પર સરકી ગયો હતો.