સોમવારે શેરબજારની શરૂઆત શાનદાર રહી. મજબૂતી સાથે શેરબજાર ખૂલ્યું હતું. ત્યારે બપોરે 3.30 કલાકે પોઝિટીવ નિશાનમાં જ શેરમાર્કેટ બંધ થયું હતું. સેન્સેક્સ +341.05 પોઇન્ટના વધારા સાથે 74,169.95 અંક પર બંધ થયુ જ્યારે નિફ્ટી +112.45 પોઇન્ટના વધારા સાથે 22,509.65 અંકે બંધ થયું હતું.