આજે બજારના આરંભે સેન્સેકસ અને નિફ્ટીમાં ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે અત્યારે બજાર બંધ થવાના સમયે BSE સેન્સેક્સ 80,746.78 ના સ્તરે બંધ થયો અને તે જ સમયે, NSE નિફ્ટી ઘટાડા સાથે 24,414.40 ના સ્તર પર બંધ થયો. સેન્સેક્સ બજાર બંધ થવાના સમયે +105.71 (0.13%) પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયું જ્યારે નિફ્ટી +34.80ના ઉછાળા સાથે બંધ થયું.
આજે શરૂઆતમાં, BSE સેન્સેક્સ 180.48 પોઈન્ટ અથવા 0.22 % ઘટીને 80,40.59 પોઈન્ટ પર ખુલ્યો હતો. તે જ સમયે, NSE નિફ્ટી 25.60 પોઈન્ટ એટલે કે 0.11% ના ઘટાડા સાથે 24,354.00 પર ખુલ્યો. જો કે બજાર ખુલ્યા બાદ ઓપરેશન સિંદૂરની સફળતાની અસર જોવા મળી.
આજે બજારના આરંભે શરૂઆતના કારોબારમાં મુખ્ય શેરબજાર સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, બજાર ખુલ્યાના થોડી જ મિનિટોમાં સેન્સેક્સ અને નિફ્ટી વધવા લાગ્યા. બજારના રોકાણકારો પણ ઓપરેશન સિંદૂરને સલામ કરી રહ્યા છે. સવારે 9:30 વાગ્યે સેન્સેક્સ 80,761.92 પોઈન્ટ પર પહોંચી ગયો. તેમાં 120.85 પોઈન્ટ એટલે કે 0.15 % નો વધારો નોંધાયો. તે જ સમયે, નિફ્ટી 52.80 (0.22%) પોઈન્ટ વધીને 24,432.40 પર ટ્રેડ થઈ રહ્યો છે. બપોરે 12.53 વાગ્યે, સેન્સેક્સ 80,662.97 પર ટ્રેડ થઈ રહ્યો હતો. તેમાં 21.90 પોઈન્ટ અથવા 0.03% નો વધારો નોંધાયો.
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને કારણે બેંકિંગ અને પેટ્રોલિયમ શેરોમાં પ્રોફિટ બુકિંગ અને રોકાણકારોએ સાવચેતીભર્યું વલણ અપનાવવાને કારણે સ્થાનિક શેરબજારમાં ઘટાડો થયો હતો. અમેરિકા-ચીન વચ્ચે સંભવિત વેપાર મંત્રણાને કારણે આજે એશિયન બજારોમાં તેજી જોવા મળી હતી