બુધવારે શેરબજારની શરૂઆત કડાકા સાથે થઇ હતી. ત્યારે બુધવારે બપોરે 3.30 કલાકે 44.06 પોઇન્ટના ઘટાડા સાથે 76,249 અંક પર બંધ થયુ હતું. જ્યારે 12.30 પોઇન્ટના ઘટાડા સાથે 23,059 અંક પર બંધ થયો હતો.
શેરબજારમાં નિરાશાનો માહોલ

છેલ્લા કેટલાક દિવસોથી ભારતીય શેરબજારમાં નિરાશાનો માહોલ છે. ધીમા GDP વૃદ્ધિ, સ્થાનિક કંપનીઓના ડિસેમ્બર ક્વાર્ટરના નરમ પરિણામો અને વિદેશી રોકાણકારો દ્વારા સતત વેચાણને લગતી ચિંતાઓને કારણે છેલ્લા પાંચ ટ્રેડિંગ સત્રોમાં તે નુકસાન સાથે બંધ થયો છે. આજે 30 શેરો વાળા બીએસઈ સેન્સેક્સ 100 થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યા. થોડા જ સમયમાં ઘટાડો વધી ગયો હતો.
ઘટાડા સાથે માર્કેટ બંધ
નિફ્ટીમાં ટોચના ઘટાડાવાળા શેરોમાં એમ એન્ડ એમ, ભારત ઇલેક્ટ્રોનિક્સ, આઇશર મોટર્સ, આઇટીસી, હીરો મોટોકોર્પ હતા. જ્યારે SBI લાઇફ ઇન્શ્યોરન્સ, બજાજ ફિનસર્વ, HDFC લાઇફ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાટા કન્ઝ્યુમર નિફ્ટીના સૌથી વધુ ફાયદાકારક શેર હતા. બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો 0.5 ટકાના ઘટાડા સાથે બંધ થયા.