શેરબજારની આજે સારી શરૂઆત થઈ હતી. બજાર બંધ થવાના સમયે સેન્સેકસ +477.72 (0.59%)ના ઉછાળા સાથે 81,790.04ના સ્તર પર બંધ થયો. જ્યારે નિફ્ટી +107.30 (0.43%) ના ઉછાળા 24,859.75 ના સ્તર પર બંધ થયો.
બુધવારના દિવસે સેન્સેકસ અને નિફ્ટીમાં ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેકસ +20.61 (0.025%)ના ઉછાળા સાથે 81,572.24 ના સ્તર પર ખૂલ્યો. અને આ જ સમયે નિફ્ટી +35.60 (0.14%)ના ઉછાળા સાથે 24,861.80 ના સ્તર પર ખૂલ્યો. આજે સરકારી કંપની NMDC એ તેના માર્ચ ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા હતા. આ ત્રિમાસિક પરિણામો પછી, કંપનીના શેરના વેચાણના કારોબાર શરૂ થયો. અઠવાડિયાના ત્રીજા દિવસે એટલે કે બુધવારે આ કંપનીના શેર લગભગ 3% ઘટીને ₹70 ના સ્તરે પહોંચી ગયો.
