20 માર્ચ ગુરુવારે સ્થાનિક શેરબજાર મજબૂત વધારા સાથે ખુલ્યું હતું.  યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વે વ્યાજ દર સ્થિર રાખવાનો નિર્ણય લીધો છે. ઉપરાંત, તેણે આ વર્ષના અંત સુધીમાં વ્યાજ દરમાં 0.50 ટકાનો ઘટાડો કરવાનો સંકેત આપ્યો છે. આના કારણે, હેવી વેઇટેજ આઇટી સ્ટોક્સમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે બપોરે 3.30 કલાકે શેરબજાર લાલ નિશાનમાં જ બંધ થયું હતું, સેન્સેક્સ 842 પોઇન્ટના વધારા સાથે 76,291 અંક પર જ્યારે નિફ્ટી 258 પોઇન્ટના વધારા સાથે 23,165 અંક પર બંધ થયો હતો. 



યુએસ ફેડ દ્વારા વ્યાજ દર સ્થિર રાખવાનો નિર્ણય

યુએસ ફેડરલ રિઝર્વે બુધવારે વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી, જે અગાઉ અપેક્ષિત હતો. જોકે, કેન્દ્રીય બેંકના અધિકારીઓએ સંકેત આપ્યો હતો કે તેઓ આ વર્ષના અંત સુધીમાં વ્યાજ દરમાં 0.50 ટકાનો ઘટાડો કરી શકે છે. આગામી મહિનાઓમાં ધીમી આર્થિક વૃદ્ધિ અને સંભવિત ઘટતા ફુગાવાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ટેરિફ લાદવાના નિર્ણયને ધ્યાનમાં રાખીને, ફેડરલ રિઝર્વે આ વર્ષ માટે ફુગાવાનો અંદાજ વધાર્યો છે. તેમનું માનવું છે કે વર્ષના અંતે ફુગાવો 2.7 ટકા રહેશે, જે ડિસેમ્બરમાં 2.5 ટકાના અંદાજથી ઓછો છે. ફેડનું લક્ષ્ય ફુગાવાને 2 ટકા પર રાખવાનું છે.

વૈશ્વિક બજારોની સ્થિતિ શું છે?

વોલ સ્ટ્રીટ પર, ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 0.92 ટકા, S&P 500 1.08 ટકા અને નાસ્ડેક કમ્પોઝિટ 1.41 ટકા વધ્યા. જોકે, આજે સવારે એશિયન બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું. જાપાનનો નિક્કી 0.25 ટકા, દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.49 ટકા અને ઓસ્ટ્રેલિયાનો ASX200 0.87 ટકા વધ્યો હતો.



  • Follow us on: