મંગળવારે શેરબજાર લાલ નિશાનમાં બંધ થયુ છે. બપોરે 3.30 કલાકે શેરબજાર ઘટાડા સાથે બંધ થયુ. સેન્સેક્સની વાત કરીએ તો, સેન્સેક્સ 95.52 પોઇન્ટના ઘટાડા સાથે 75,901 અંકે બંધ થયુ હતું. જ્યારે નિફ્ટી 36.75 પોઇન્ટના ઘટાડા સાથે 22,922.75 અંકે બંધ થયો. 

લાલ નિશાનમાં બંધ 

સેન્સેક્સ વીકલી એક્સપાયરીના દિવસે બજારમાં રિકવરી જોવા મળી અને બજાર નીચલા સ્તરથી સુધારા સાથે બંધ થયું. FMCG, ઓટો અને બેંકિંગ શેરમાં દબાણ જોવા મળ્યું. જ્યારે આઇટી, એનર્જી, પીએસઈ સૂચકાંકો વધારા સાથે બંધ થયા હતા. મિડકેપ, સ્મોલકેપ સૂચકાંકો તળિયેથી રિકવર થયા પછી બંધ થયા. બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ 0.2 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ 1.8 ટકા ઘટીને બંધ થયો.

ટોપ લુઝર-ટોપ ગેનર

ટ્રેન્ટ, ઇન્ડસઇન્ડ બેંક, એચયુએલ, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ, એમ એન્ડ એમ નિફ્ટીમાં ટોચના ઘટાડા કરનારા હતા. જ્યારે ટેક મહિન્દ્રા, વિપ્રો, એપોલો હોસ્પિટલ્સ, પાવર ગ્રીડ અને HDFC બેંક નિફ્ટીમાં ટોચના ફાયદાકારક રહ્યા.