- ગુરુવારે માર્કેટ તેજી સાથે થયુ બંધ
- સેન્સેક્સ 82,185ના અંકે બંધ
- નિફ્ટી 25 હજારને પાર થયો બંધ
સપ્તાહના ચોથા દિવસ એટલે કે ગુરુવારે માર્કેટની શરૂઆત કંઇ ખાસ ન રહી પરંતુ બપોરે 3.30 કલાકે માર્કેટ ક્લોઝ થતા તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 399 પોઇન્ટનો વધારા સાથે 82,185 અંકે બંધ થયો. જ્યારે નિફ્ટી 106.10 પોઇન્ટના વધારા સાથે 25,158 અંક પર બંધ થયો. બજાજ ટ્વિન્સ અને રિલાયન્સના શેરમાં અદભૂત ઉછાળાને કારણે ભારે વધઘટ જોવા મળ્યા બાદ ભારતીય શેરબજાર અદભૂત ઉછાળા સાથે બંધ થયું છે. શરૂઆતના દિવસના ટ્રેડિંગમાં સેન્સેક્સ-નિફ્ટી ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયા હતા. બજારને એફએમસીજી, એનર્જી અને આઈટી શેર્સમાં ખરીદીને પણ ટેકો મળ્યો છે.
કયા શેરમાં થઇ વધઘટ ?
સેન્સેક્સના 30 શેરોમાંથી 21 શેરો ઉછાળા સાથે અને 9 શેરો નુકસાન સાથે બંધ થયા હતા. જ્યારે નિફ્ટીના 50 શેરોમાંથી 29 શેર વધ્યા, 20 ઘટ્યા અને એક શેર ફ્લેટ બંધ રહ્યો. રિલાયન્સે રોકાણકારોને બોનસ શેર આપવાની જાહેરાત કરી છે, જેના સંદર્ભમાં કંપનીની બોર્ડ મીટિંગ 5 સપ્ટેમ્બરે યોજાશે. આ સમાચારને કારણે રિલાયન્સનો શેર 1.64 ટકાના ઉછાળા સાથે 3045 રૂપિયા પર બંધ થયો હતો. આ સિવાય ટાટા મોટર્સ 3.57 ટકા, બજાજ ફિનસર્વ 2.57 ટકા, બજાજ ફાઇનાન્સ 2.41 ટકા, એચસીએલ ટેક 1.72 ટકા, આઇટીસી 1.66 ટકા, ટેક મહિન્દ્રા 1.39 ટકા, મારુતિ 0.83 ટકાના વધારા સાથે બંધ થયા હતા. જ્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 1.11 ટકા, સન ફાર્મા 0.82 ટકા, JSW 0.73 ટકા, કોટક મહિન્દ્રા 0.68 ટકા, ટાટા સ્ટીલ 0.46 ટકા, ઇન્ફોસિસ 0.35 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.