ધનતેરસના દિવસે શેરમાર્કેટ ઓપન થતા જ ડાઉન જોવા મળ્યુ હતું. પરંતુ બપોરે 3.30 કલાકે ક્લોઝિંગ દરમિયાન સેન્સેક્સ 368 પોઇન્ટના વધારા સાથે 80,374 અંકે બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 117 પોઇન્ટના વધારા સાથે 24,456 અંક પર બંધ થયો હતો. આમે નિફ્ટ અને સેન્સેક્સ બંને લીલા નિશાનમાં બંધ થયા હતા. ધનતેરસનો પવિત્ર દિવસ ભારતીય શેરબજાર માટે શાનદાર રહ્યો છે. બજાર દિવસભર ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું હતું. પરંતુ છેલ્લા કલાકોમાં બેન્કિંગ શેરોમાં રોકાણકારોની મજબૂત ખરીદીને કારણે સેન્સેક્સ અને નિફ્ટી મજબૂત ઉછાળા સાથે બંધ થયા હતા. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે.
વધતો અને ઘટતો સ્ટોક
આજના કારોબારમાં BSE પર ટ્રેડ થયેલા 3982 શેરોમાંથી 2214 શેરો ઉછાળા સાથે અને 1643 શેરો નુકસાન સાથે બંધ થયા હતા. 125 શેરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. સેન્સેક્સના 30 શેરોમાંથી 16 શેર ઉછાળા સાથે અને 14 નુકસાન સાથે બંધ થયા હતા. જ્યારે નિફ્ટીના 50 શેરોમાંથી 31 શેર વધીને અને 19 સ્ટૉક ઘટીને બંધ રહ્યા હતા. વધતા શેરોમાં ફેડરલ બેન્ક 8.49 ટકા, SBI 5.13 ટકા, ICICI બેન્ક 5.13 ટકા, બજાજ ફિનસર્વ 2.18 ટકા, NTPC 2.11 ટકા, બજાજ ફાઇનાન્સ 1.61 ટકા, લાર્સન 1.25 ટકા, એક્સિસ બેન્ક 1.31 ટકાના વધારા સાથે બંધ થયા છે. જ્યારે મારુતિ સુઝુકી 4.11 ટકા, ટાટા મોટર્સ 4.06 ટકા, સન ફાર્મા 2.14 ટકા, ભારતી એરટેલ 1.61 ટકા, ઇન્ફોસિસ 1.25 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.