યુએસ શેરબજારોમાં થયેલા રેકોર્ડ ઘટાડાની અસર ભારતીય શેરબજારો પર પણ પડી અને આજે એટલે કે શુક્રવાર 4એપ્રિલના રોજ મુખ્ય બેન્ચમાર્ક સૂચકાંકો લાલ રંગમાં ખુલ્યા. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફની જાહેરાત બાદ યુએસ શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 1400.87 પોઈન્ટ અથવા 3.32% ઘટીને 40,824 પર બંધ થયો. S&P 500 232.04 પોઈન્ટ (4.09%) ઘટ્યો. આના કારણે રોકાણકારોને $2.5 ટ્રિલિયનનું નુકસાન થયું છે.
લાલ નિશાનમાં બંધ
બપોરે 3.30 કલાકે શેરબજારની સ્થિતિ વિશે વાત કરીએ તો, સેન્સેક્સ 75,364.69 અંકે 930 પોઇન્ટના ઘટાડા સાથે બંધ થયો. જ્યારે નિફ્ટી −345.65 પોઇન્ટના ઘટાડા સાથે 22,904.45 અંકે બંધ થયો.
રોકાણકારોએ ₹ 10 લાખ કરોડ ડૂબ્યા
બજારમાં ઘટાડાને કારણે રોકાણકારોને ભારે નુકસાન થયું છે. શુક્રવારે (બજાર બંધ) BSE-લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂ. 4,03,83,671 કરોડ થયું. ગુરુવારે બજાર બંધ થયા પછી આ 414,16,218 કરોડ રૂપિયા હતું. આ રીતે, રોકાણકારોની સંપત્તિમાં 10,32,547 કરોડ રૂપિયાનો ઘટાડો થયો.
ગુરુવારે બજારની ચાલ કેવી રહી?
ટ્રમ્પે ટેરિફની જાહેરાત કર્યા પછી ગુરુવારે સ્થાનિક શેરબજાર ઘટાડા સાથે બંધ થયા. આઇટી ઇન્ડેક્સમાં ઘટાડાને કારણે બજાર નીચે આવ્યું હતું. જોકે, ફાર્મા અને બેંકિંગ શેરોમાં ખરીદીને કારણે બજારમાં નીચા સ્તરેથી રિકવરી જોવા મળી. 30 શેરો વાળા BSE સેન્સેક્સ 322.08 પોઈન્ટ અથવા 0.42% ઘટીને 76,295.36 પર બંધ થયા. તે જ સમયે, નિફ્ટી-50 ઇન્ડેક્સ 82.25 પોઈન્ટ અથવા 0.35% ઘટીને 23,250 પર બંધ થયો.