મિડલ ઈસ્ટમાં યુદ્ધ કરતાં પણ બદ્દતર સ્થિતિની સીધી અસર ભારતીય શેરબજારમાં જોવા મળી રહી છે. જેથી ભારતીય શેરબજારમાં ભારે ઘટાડો નોંધાયો છે. સવારથી જ સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે.


રોકાણકારોની ભારે વેચવાલી જોવા મળી રહી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઈન્ડેક્સ સેન્સેક્સ આજે 1264 પોઈન્ટ ઘટીને 83,002.09 પર ખુલ્યો હતો. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જ ઈન્ડેક્સ નિફ્ટી શરૂઆતના કારોબારમાં 1.03 ટકા અથવા 266 પોઇન્ટના ઘટાડા સાથે 25,530 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. શરૂઆતના ટ્રેડિંગમાં નિફ્ટીના 50 શેરોમાંથી 44 શેર લાલ નિશાન પર ટ્રેડ થતા જોવા મળ્યા હતા અને 6 શેર્સ ગ્રીન નિશાન પર ટ્રેડ થતા જોવા મળ્યા હતા. તે જ સમયે, સેન્સેક્સના 30 શેરોમાંથી 3 શેર ગ્રીન નિશાન પર અને 27 શેર રેડ નિશાન પર ટ્રેડ થતા જોવા મળ્યા હતા. જોકે, આ ઘટાડો ધીમે-ધીમે ઘટ્યો અને સવારે 9.40 વાગ્યે સેન્સેક્સ 0.65 ટકા અથવા 550 પોઈન્ટ ઘટીને 83,717 પર ટ્રેડ થતો જોવા મળ્યો.

નિફ્ટી શેર્સની સ્થિતિ

નિફ્ટી પેકના શેરની વાત કરીએ તો શરૂઆતના વેપારમાં સૌથી મોટો ઘટાડો આઇશર મોટર્સમાં 3.12 ટકા, બજાજ-ઓટોમાં 2.61 ટકા, ટાટા મોટર્સમાં 2.56 ટકા, BPCLમાં 2.55 ટકા અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં 2.37 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આ સિવાય JSW સ્ટીલમાં 1.91 ટકા, ONGCમાં 1.47 ટકા, હિન્દાલ્કોમાં 0.66 ટકા, ટ્રેન્ટ લિમિટેડમાં 0.07 ટકા અને સન ફાર્મામાં 0.04 ટકાનો વધારો જોવા મળ્યો હતો.

રિયલ્ટી અને ઓટો શેર્સ તૂટયા

સેકટોરિયલ ઈન્ડેક્સ વાત કરીએ તો, નિફ્ટી રિયલ્ટીમાં સૌથી વધુ 1.60 ટકા, નિફ્ટી ઓટોમાં 1.53 ટકા, નિફ્ટી એફએમસીજીમાં 1.13 ટકા અને નિફ્ટી મિડસ્મોલ હેલ્થકેરમાં 1.04 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આ સિવાય નિફ્ટી બેન્કમાં 0.97 ટકા, નિફ્ટી ફાઇનાન્સિયલ સર્વિસિસમાં 1.03 ટકા, નિફ્ટી આઇટીમાં 0.66 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. 

  • Follow us on: