ભારતીય શેરબજાર આજે એટલે કે, 4 નવેમ્બરે કારોબારના પહેલા દિવસે સોમવારે કડાકા સાથે ખુલ્યું અને સતત શેરબજારમાં કડાકો છવાઈ રહ્યો છે. દિવાળી બાદ માર્કેટ ઓપન થતા સેન્સેક્સમાં 1300થી વધુ પોઈન્ડનો મસમોટો કડાકો નોંધાયો હતો. જ્યારે નિફ્ટીમાં 450 કરતાં વધુ તૂટયો હતો.
ભારતીય શેરબજારમાં ઓલ રાઉન્ડ વેચવાલી જોવા મળી રહી છે. બપોરે 12 વાગ્યા સુધીમાં સેન્સેક્સ 1,427.09 પોઈન્ટ ઘટીને 78,297.02 પર પહોંચી ગયો છે. આ સમયે, નિફ્ટી 460.45 પોઇન્ટના મોટા કડાકા સાથે 23,843.90 પોઇન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. બજારમાં આ મોટા ઘટાડાથી રોકાણકારોને અત્યાર સુધીમાં આશરે 5 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થઈ ગયું છે. ત ઑક્ટોબર મહિનામાં પણ રોકાણકારોએ આશરે 30 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા હતા. આવી સ્થિતિમાં, ચાલો આ ઘટાડાનું કારણ શું છે?
સેન્સેક્સ અને નિફ્ટી 50માં ઘટાડાનું કારણ
1- અમેરિકામાં કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે આગામી યુએસ પ્રમુખપદની ચૂંટણીને લઈને અનિશ્ચિતતા સર્જાઈ છે. ચૂંટણી પરિણામો યુએસ ફેડરલ રિઝર્વની નીતિઓને પ્રભાવિત કરી શકે છે અને ત્યારબાદ ભારતીય વ્યાજ દરોને પ્રભાવિત કરી શકે છે. અમેરિકી પ્રમુખપદની ચૂંટણીના પરિણામો 6 નવેમ્બરે નક્કી છે. વૈશ્વિક સ્તરે બજારો આગામી થોડા દિવસોમાં યુએસ પ્રમુખપદની ચૂંટણી પર કેન્દ્રિત રહેશે અને ચૂંટણી પરિણામોના પ્રતિભાવમાં નજીકના ગાળામાં અસ્થિરતા જોવા મળી શકે છે. તેથી આજે બજારમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.
2- અમેરિકામાં ફેડરલ રિઝર્વની 7 નવેમ્બરે નાણાકીય નીતિની બેઠક છે. આ મીટિંગથી બજારમાં અનિશ્ચિતતા વધી છે, કારણ કે વ્યાજદરમાં સંભવિત કાપની અપેક્ષા રોકાણકારોના વર્તનને અસર કરી શકે છે. તેની અસર આજે ભારતીય બજારમાં પણ જોવા મળી રહી છે.
જે કંપનીઓના બીજા ક્વાર્ટરમાં અપેક્ષા કરતાં ઓછા હતા તેમના નબળા પરિણામોએ પણ બજારને નીચે લાવવાનું કામ કર્યું છે.
3- વિદેશી રોકાણકારોએ છેલ્લા એક મહિનાથી ભારતીય બજારમાં જોરદાર વેચાણ કર્યું છે. તેની અસર શેર પર સ્પષ્ટ દેખાઈ રહી છે. ભારતીય બજારો ઝડપથી ઘટ્યા છે. બીજી તરફ, વિદેશી રોકાણકારો અહીંથી પૈસા ઉપાડી રહ્યા છે અને ચીનના બજારમાં રોકાણ કરી રહ્યા છે, જેના કારણે ત્યાંના શેરબજારમાં ઉછાળો આવ્યો છે.
4- ઓપેક+ દ્વારા ડિસેમ્બરમાં ઉત્પાદનમાં વધારો મોકૂફ કર્યા પછી સોમવારે ક્રૂડ ઓઈલના ભાવ 1 ડોલર કરતાં વધુ વધ્યા હતા. બ્રેન્ટ ફ્યુચર્સ 1.18 ડોલર વધીને 74.28 ડોલર પ્રતિ બેરલ, જ્યારે WTI ક્રૂડ 1.20 ડોલર વધીને 70.69 ડોલર થયું. OPEC+ એ નબળી માંગ અને નોન-OPEC+ પુરવઠામાં વધારો થવાને કારણે તેના આયોજિત 180,000 bpd વધારાને મોકૂફ રાખ્યો હતો. તેની અસર આજે ભારતીય બજાર પર પણ જોવા મળી હતી.
5- જે કંપનીઓના બીજા ક્વાર્ટરમાં અપેક્ષા કરતાં ઓછા હતા તેમના નબળા પરિણામોએ પણ બજારને નીચે લાવવાનું કામ કર્યું છે.
આ બધા કારણે ભારતીય શેરબદારમાં વેચવાલી લેવાનું કામ કર્યું છે. આનાથી બજાર તૂટી પડયું છે. હવે મોટો સવાલ એ છે કે આગળ શું થશે, અત્યારે 23,500 પર નિફ્ટીનું મજબૂત સપોર્ટ લેવલ છે. જો બજાર એકવાર તૂટીને 23,500 પર જાય તો ત્યાંથી રિકવરી જોવા મળી શકે છે. માર્કેટ રોકાણકારોને અત્યારે સાઈડમાં જોવાનું સારું રહેશે. હમણાં પૈસા લગાવવા અથવા ટ્રેડ કરવાનો આ યોગ્ય સમય નથી.
Disclaimer: શેરબજારમાં કોઈપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલા પોતાના માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂર લેવી.