ભારતીય શેરબજારમાં છેલ્લા ઘણા સમયથી મંદીનો માહોલ છવાયેલો છે. કેટલાક અઠવાડિયાથી શેરબજારમાં સતત પૈસા ડૂબી રહ્યા છે. વર્ષો સુધી પ્રતીક્ષા બાદ ઘણા રોકાણકારોનો પોર્ટફોલિયો ગ્રીન હતો અને આ બધા એક મહિનાની અંદર રેડ ઝોનમાં આવી ગયા છે. મોટાભાગના છૂટક રોકાણકારોનું એવું જ કહેવાનું છે કે, વર્ષ દરમ્યાનમાં જે કમાણી થઈ તે બંધી થોડા દિવસમાં ચાલી ગઈ. આ માપદંડ કોરોનાકાળ પછી પહેલીવાર ઘટાડો જોવા મળી રહ્યો છે.


ગત એક મહિનામાં પસંદગીના મિડ-કેપ-સ્મોલ કેપ શેર 50 ટકા તૂટી ચુક્યા છે. જો ઈન્ડેક્સની વાત કરીએ તો સેન્સેક્સ ઓલ ટાઈમ હાઈથી આશરે 6500 પોઈન્ટ અને નિફ્ટી આશરે 2100 પોઈન્ટ નીચે આવ્યો છે. નિફ્ટી 8 ટકાથી વધુ પછડાટ ખાધી છે. જ્યારે સેન્સેક્સમાં 8 ટકા સરકી ચુક્યો છે. સેક્ટર તરીકે ડિફેન્સ ઈન્ડેક્સ ટોચથી 26 ટકા પડયો છે. ઓટો સેક્ટરમાં 14 ટકા અને કેપિટલ ગુડઝમાં 13.5 ટકાનો ઘટાડો નોંધાયો છે. 

ગત એક મહિનામાં કેટલું નકસાન થયું, આના આંકડા જોરદાર છે. આ વેચવાલીના વાવાઝોડામાં મહિનાની અદર રોકાણકારોના 40 લાખ કરોડ રૂપિયા સ્વાહા થઈ ચુક્યા છે. 27 સપ્ટેમ્બર 2024ના રોજ બીએસઈનુ માર્કેટ કેપ આશરે 477 લાખ કરોડ રૂપિયા હતું, જે 25 ઑક્ટોબરે તૂટીને 437 લાખ કરોડ પર આવી ગયું છે. હવે નુકસાનને આ રીતે પણ જોવાઈ શકે છે કે નાણાકીય વર્ષ-2023-24માં જીએસટી ક્લેક્શન કુલ 20.18 લાખ કરોડ રૂપયા રહ્યું હતું. જયારે ગત એક મહિનામાં રોકાણકારોના 40 લાખ કરોડ રૂપિયા બજારમાં ડૂબી ગયા છે. આવામાં સરકાર વર્ષભરમાં જીએસટીથી જેટલી આવક થઈ હતી તેનાથી બેગણી રકમ એક મહિનમાં ધોવાઈ ગઈ છે.

ઘણી મોટી કંપનીઓના ત્રિમાસિકના પરિણામ ખરાબ આવી રહ્યા છે, જેનાશી શેર્સ તૂટી રહ્યા છે. આનાથી પણ બજારનું સેન્ટિમેટ સતત કથળી રહ્યું છે. વિશેષ કરી ઓટો સેક્ટર, એફએમસીસી અને કેટલીક ટેક કંપનીઓના પરિણામે માર્કેટને મોટો આંચકો આપ્યો છે. 

છેલ્લા એક-દોઢ વર્ષથી ફંડામેંટલ સ્ટોક્સમાં સારી તેજી જોવા મળી છે, પરંતુ આ ભીડમાં કેટલાક એવા શેર પણ ખૂબ તેજીમાં આવ્યા જે બાદ વધવાનું કોઈ વિશેષ કારણ નહોતું. વિષેષ કરી સરકારી કંપનીઓના શેર, રેલવે શેર, ન્યૂ ટેક્નોલૉજી કંપનીઓના શેર અને સરકારી બેંકોના શેરમાં ખૂબ તેજી જોવા મળી હતી. જે ગ્રોથમાં મેચ નહોતી કરતી. મિડ કેપ અને સ્મોલ કેપ સેગમેન્ટમાં કેટલાક શેર તેજ દોડયા હતા. હવે શેર્સનું ધોવાણ થઈ રહ્યું છે. વિશેષ મોંઘા વેલ્યુએશન વાળા શેરમાં વેચવાલી હાવી છે, આવા શેર પોતાના હાઈથી 50 ટકા સુધી તૂટી ચુક્યા છે.

મંદી કયા જઈને અટકશે?

મળતી માહિતી અનુસાર, માર્કેટ વેચવાલી ઝોનમાં છે, પરંતુ નિફ્ટી માટે પ્રથમ સપોર્ટ 24000 પોઈન્ટ પર છે, તે બાદ મજબૂત સપોર્ટ 23800 પોઈન્ટ પર છે, જ્યાથી માર્કેટનો મૂડ બદલાઈ શકે છે.

Disclaimer: શેરબજારમાં કોઈપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલા પોતાના માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂર લેવી.  

  • Follow us on: