- ભારતીય શેરબજાર કારોબારના છેલ્લા દિવસે શાનદાર તેજી સાથે બંધ
- ગ્લોબલ માર્કેટમાં સારા સંકેત પછી ભારતીય બજારમાં વધારો
- નિફ્ટી, મિડકેપ, આઈટી સેકટર સહિત તમામ ગ્રીન ઝોનમાં બંધ થયા
ગ્લોબલ માર્કેટમાં સારા સંકેતો પછી ભારતીય શેરબજારમાં આજે કારોબારના છેલ્લા દિવસે 16 ઓગસ્ટે શુક્રવારે શાનદાર તેજી જોવા મળી હતી. નિફ્ટી આશરે 400 પોઈન્ટ વધીને 24,540 લેવલ પર બંધ થયો, જ્યારે સેન્સેક્સ 1330 પોઈન્ટની તેજી સાથે 80,436 લેવલ પર બંધ થયો. તો વળી નિફ્ટી બેંકમાં 788 અંકોની તેજી રહી હતી. આ સિવાય નિફ્ટી મિડકેપથી લઈ આઈટી સેકટર સુધી તમામ ગ્રીન ઝોનમાં બંધ થયા હતા.
1. આઈટી શેર્સમાં જોરદાર ખરીદીને લીધે કારોબારના છેલ્લા દિવસે શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી હતી.
2. આઈટી શેર્સ જોરદાર ખરીદીને લીધે શુક્રવારે શેરબજારમાં શાનદાર તેજી રહી હતી.
3. અમેરિકાના આર્થિક આંકડાઓ આવ્યા પછી ગ્લોબલ માર્કેટમાં આવેલી તેજીથી ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં રહ્યું હતું. અમેરિકી આર્થિક આંકડાઓ આવ્યા પછી વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થામાં મંદીની આશંકા ઓછી થઈ ચુકી છે.
4. આ સિવાય કેટલીક કંપનીઓના પરિણામ ખૂબ શાનદાર રહ્યા છે, જેમાં બીપીસીએલ, કોલ અને ઓએનજીસી સામેલ છે.
5. ગ્લોબલ માર્કેટમાં મજબૂત સંકેતને જોતા આજે સ્ટોક માર્કેટમાં રોકાણકારોનું સેન્ટિમેન્ટ હાઈ રહ્યું. ડાઉ જોન્સ ગઈકાલે 550 અંક ઉછળ્યો હતો.
શેરબજારમાં શાનદાર તેજીનું કારણ શું ?
સવારથી શેરબજારમાં આજે તેજી જોવા મળી રહી હતી. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 600 પોઈન્ટ વધીને ખુલ્યો હતો, જ્યારે નિફ્ટી 200 અંક ઉપર ખુલ્યો હતો. ત્યારબાદ બજારમાં વધુ તેજી જોવા મળી અને બજાર બંધ થવા સુધી સેન્સેક્સ 1300 અંક વધી ગયું. જ્યારે નિફ્ટી આશરે 400 પોઈન્ટ સડસડાટ ઉછળ્યો હતો.
આ 10 શેર્સમાં ભારે તેજી જોવા મળી
સૌથી વધુ તેજી તાજેતરમાં લિસ્ટેડ થયેલી કંપની OLA Electricના શેરમાં જોવા મળ્યા, જેને આજે 20 ટકાનું અપર સર્કિટ લગાવ્યું છે. લાંબા ગાળામાં ડીએલએફના શેર પાંચ ટકા વિપ્રોના શેર 4.26 ટકા, પાવર ફાયનાન્સ કોર્પ ચાર ટકા, પોલિસી બજારના શેર આઠ ટકા, પિરામલ એન્ટરપ્રાઈઝિસ 7.36 ટકા, એમપૈસા 7 ટકા, સીડીએસએલના શેર 9 ટકા, જેન્સર ટેક્નોલૉજી 7.73 ટકા અને નિપ્પોન લાઈફ ઈન્ડિયા એએફસી 7.49 ટકા વધ્યો હતો.