• ભારતીય શેરબજારમાં નજીવી તેજી
  • BSE સેન્સેક્સમાં 0.058 ટકાનો વધારો 
  • NSE નિફ્ટીમાં 0.10ટકાનો વધારો 

સપ્તાહના ત્રીજા દિવસે એટલે કે બુધવારે (21 ફેબ્રુઆરી)એ ભારતીય શેરબજારમાં નજીવી તેજી જોવા મળી છે.બેંકિંગ શેરોમાં ખરીદીને કારણે બજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. સ્થાનિક બજારમાં BSE સેન્સેક્સ 42 પોઈન્ટના વધારા સાથે 73,099 પોઈન્ટ પર ખુલ્યો છે અને NSEનો 50 શેરનો ઈન્ડેક્સ નિફ્ટી 23 પોઈન્ટના ઘટાડા સાથે 22,220  પોઈન્ટ પર ખુલ્યો છે.

2 માર્ચે શનિવારે શેરબજાર ચાલું

નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)એ 2 માર્ચ શનિવારના રોજ ખાસ ટ્રેડિંગ સેશનનું આયોજન કરવાની જાહેરાત કરી છે. બુધવારે એક પરિપત્ર જારી કરીને NSE અને BSEએ જણાવ્યું હતું કે 2 માર્ચે યોજાનાર આ સત્ર દરમિયાન ઇક્વિટી અને ઇક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ટ્રેડિંગ કરવામાં આવશે. આ દિવસે ડિઝાસ્ટર રિકવરી સાઇટ (DR સાઇટ) પર ઇન્ટ્રાડે સ્વિચ ઓવર કરવામાં આવશે. આ DR સાઇટ સાયબર હુમલા જેવી પરિસ્થિતિઓમાં ડેટાને સુરક્ષિત રાખવા માટે કામ કરશે. આ ઉપરાંત વેપાર પણ વધુ સુરક્ષિત બનશે.

  • Follow us on: