ભારતીય શેરબજાર આજે એટલે કે, 06 નવેમ્બર બુધવારે ગ્રીન ઝોનમાં ખુલ્યું છે. મંગળવારે પણ માર્કેટ તેજી સાથે બંધ થયું હતું. આજે સેન્સેક્સ 350 પોઈન્ટથી વધુના વધારા સાથે 79,840ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ 120 પોઈન્ટનો ઉછાળો છે, તે 24,330ના લેવર પર કારોબાર કરી રહ્યો છે.


સેન્સેક્સના 30 શેરોમાંથી 22 વધી રહ્યા છે અને 8 ઘટી રહ્યા છે. નિફ્ટીના 50 શેરોમાંથી 43 વધી રહ્યા છે અને 7 ઘટી રહ્યા છે. એનએસઈના તમામ લોકલ ઈન્ડેક્સ ઝડપથી કારોબાર કરી રહ્યા છે.


આ શેર્સમાં વધારો જોવા મળ્યો હતો

નિફ્ટી પેક શેર્સમાં સૌથી વધુ વધારો ટ્રેન્ટમાં 2.84 ટકા, ડૉ. રેડ્ડીમાં 2.64 ટકા, BELમાં 2.10 ટકા, એચસીએલ ટેકમાં 1.94 ટકા અને સન ફાર્મામાં 1.46 ટકાનો વધારો નોંધાયો હતો. આ સિવાય સૌથી મોટો ઘટાડો ટાઇટનમાં 3.09 ટકા, ટાટા સ્ટીલમાં 1.14 ટકા, SBI લાઇફમાં 0.75 ટકા, કોટક બેન્કમાં 0.40 ટકા અને હિન્દાલ્કોમાં 0.39 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.


મંગળવારે માર્કેટ રિકવર થઈ તેજી સાથે બંધ થયું

અગાઉ ગઈકાલે એટલે કે, પાંચમી નવેમ્બરના રોજ સેન્સેક્સે દિવસના નીચા 78,296થી 1,180 પોઈન્ટ રિકવરી મેળવી હતી. દિવસના કારોબાર બાદ તે 694 પોઈન્ટના વધારા સાથે 79,476 પર બંધ રહ્યો હતો.

જ્યારે નિફ્ટી પણ 23,842ની નીચી સપાટીથી 371 પોઈન્ટ સુધર્યો હતો. તે 217 પોઈન્ટના ઉછાળા સાથે 24,213ના સ્તરે બંધ રહ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 21 ઉપર અને 9 ડાઉન હતા. નિફ્ટીના 50 શેરોમાંથી 39 ઉપર અને 11 ડાઉન હતા. એનએસઈના મેટલ સેક્ટરમાં સૌથી વધુ 2.84%નો ઉછાળો જવા મળ્યો હતો.




Disclaimer: શેરબજારમાં કોઈપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલા પોતાના માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂર લેવી.  

  • Follow us on: