• સેન્સેક્સમાં 0.47% ટકાનો વધારો થયો
  • નિફ્ટીમાં 0.50% નો વધારો મળ્યો જોવા
  • શુક્રવાર માર્કેટમાં તેજી લાવ્યો

શુક્રવારની સવારે માર્કેટ તેજી સાથે ખૂલ્યું હતું. ગઈ કાલે પણ માર્કેટમાં તેજી જોવા મળી હતી. આજે પ્રી ઓપનિંગ બાદ 316 પોઈન્ટના વધારા સાથે સેન્સેક્સ 67,305.31 પર ખૂલ્યો છે તો સાથે જ 0.50% ના વધારા સાથે નિફ્ટી 20,233.70 પર ખૂલ્યો છે. ભારતીય શેરબજાર માટે આ એક ઐતિહાસિક દિવસ છે અને નિફ્ટીએ તેના સર્વકાલીન ઉચ્ચ સ્તરને પાર કરી લીધો છે. સ્થાનિક શેરબજાર નવી ટોચે પહોંચી ગયું છે. નિફ્ટી 15 સપ્ટેમ્બર 2023 પછી નવી ટોચે પહોંચી છે. નિફ્ટીનું ઓલ ટાઈમ હાઈ લેવલ 20,222.45 હતું અને આજે તેને પાર કર્યા બાદ નિફ્ટીએ 20,226.80ની સપાટીને સ્પર્શ કર્યો છે.

આજે શેરબજારની શરૂઆત કેવી રહી?
આજના કારોબારમાં BSE સેન્સેક્સ 192.71 પોઈન્ટ અથવા 0.29 ટકાના વધારા સાથે 67,181.15 ના સ્તર પર ખુલ્યો. એનએસઈનો નિફ્ટી 60.95 પોઈન્ટ અથવા 0.30 ટકાના વધારા સાથે 20,194 પર ખુલ્યો હતો અને ઈન્ડેક્સ તેની ઓલ-ટાઇમ હાઈથી થોડા પોઈન્ટ દૂર હતો. નિફ્ટીનું સર્વોચ્ચ સ્તર 20,222.45 હતું, જે તેણે આ વર્ષે 15 સપ્ટેમ્બર 2023ના રોજ હાંસલ કર્યું હતું.
  • Follow us on: