ભારતીય શેરબજાર આજે એટલે કે, 28 ઑકટોબર સોમવારે ગ્રીન ઝોનમાં ખુલ્યું છે. શુક્રવારે પણ માર્કેટ 660 પોઈન્ટ તૂટીને બંધ થયું હતું. આજે સેન્સેક્સ 300થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે 79,700ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. તે જ સમયે, નિફ્ટીમાં 50થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે, નિફ્ટી પણ 24,250ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 24માં વધારો અને છમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બેન્કિંગ, આઈટી અને એનર્જી શેર્સમાં આજે વધુ ઉછાળો જોવા મળી રહ્યો છે.
સેન્સેક્સની 30માંથી 25 કંપનીઓના શેર ગ્રીન ઝોનમાં ખુલ્યા
શેરબજારમાં કારોબારના પહેલા દિવસે જ્યારે બજાર ખુલ્યું ત્યારે સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 25 કંપનીઓના શેર વધારા સાથે લીલા નિશાનમાં ખુલ્યા હતા અને બાકીની 5 કંપનીઓના શેર લાલ નિશાનમાં ખુલ્યા હતા. આ જ રીતે નિફ્ટી 50માં 50 કંપનીઓમાંથી 30 કંપનીઓના શેર લીલા નિશાનમાં ઉછાળા સાથે ખૂલ્યા હતા, 14 કંપનીઓના શેર લાલ નિશાનમાં ખોટ સાથે અને બાકીની 6 કંપનીઓના શેર કોઈપણ ફેરફાર વગર ખુલ્યા હતા.
શુક્રવારે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો
આ અગાઉ શુક્રવારે એટલે કે, 25 ઑક્ટોબરે શેરબજારમાં ભારે કડાકો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 662 પોઈન્ટ 0.83 ટકાના ઘટાડા સાથે 79,402 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 218 પોઈન્ટ 0.90 ટકા ઘટીને 24,180ના લેવલ પર બંધ થયો. આ દરમ્યાન સ્મોલ કેપ 1,307 પોઈન્ટ 2.44 ટકા ઘટીને 52,335ના સ્તરે બંધ રહ્યો હતો.
Disclaimer: શેરબજારમાં કોઈપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલા પોતાના માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂર લેવી.