સોમવારની તેજી બાદ આજે શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો. મંગળવારે બજારમાં નબળી શરૂઆત થતા તેજીની ચાલ પર બ્રેક લાગી છે. આજે સેન્સેકસ −741.70 (0.90%) પોઈન્ટ ઘટાડા સાથે 81,434.76 ના સ્તર પર ખૂલ્યો. અને નિફ્ટી −177.45 (0.71%)ના ઘટાડા સાથે 24,823.70 ના સ્તર પર ખૂલ્યો.
શેર બજાર મોટા ઘટાડા તરફ આગળ વધી રહ્યું હોય તેવું લાગે છે. 30 શેરોવાળા BSE સંવેદનશીલ સૂચકાંક સેન્સેક્સમાં 700 પોઈન્ટનો ઘટાડો થયો છે. ટ્રેડિંગની થોડી મિનિટોમાં જ તે 81,434.76 ના સ્તરે પહોંચી ગયો છે. નિફ્ટીએ પણ ઘટાડાની બેવડી સદી ફટકારી છે અને તે 223 પોઈન્ટ ઘટીને 24,823.70 પર ટ્રેડ કરી રહ્યો છે. સેન્સેક્સમાં, ઇન્ડસઇન્ડ બેંક સિવાયના બધા શેર લાલ નિશાનમાં છે.
મંગળવારે એશિયન બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું. જાપાનનો નિક્કી 225 0.15 ટકા ઘટ્યો, જ્યારે ટોપિક્સ ઇન્ડેક્સ સ્થિર રહ્યો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.15 ટકા ઘટ્યો હતો, અને કોસ્ડેક સ્થિર હતો. હોંગકોંગના હેંગ સેંગ ઇન્ડેક્સ ફ્યુચર્સે ફ્લેટ ઓપનિંગનો સંકેત આપ્યો. GIFT નિફ્ટી 25,040 ના સ્તરની આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો. આ નિફ્ટી ફ્યુચર્સના પાછલા બંધ કરતા લગભગ 5 પોઈન્ટનો પ્રીમિયમ છે, જે ભારતીય શેરબજારો માટે ફ્લેટ ઓપનિંગ સૂચવે છે .
સોમવારે શેરબજારની તેજી સાથે શરૂઆત થઈ હતી. બજાર બંધ થવાના સમયે પણ ઉછાળો જોવા મળ્યો. બજાર બંધ થવા સમયે સેન્સેકસમાં +461.97 (0.57%)ના ઉછાળો જોવા મળ્યો. સેન્સેકસ 82,183.05ના સ્તર પર બંધ થયો. અને આ જ સમયે નિફ્ટી +143.75 (0.58%)ના ઉછાળા સાથે 24,996.90ના સ્તર પર બંધ થયો. શેરબજારમાં આજે સપ્તાહનો પ્રથમ દિવસે તેજીનો દોર જોવા મળતા રોકાણકારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો.









