આજે અક્ષય તૃતીયાના દિવસે શેર બજાર લીલા નિશાન સાથે શરૂ થયું છે. 30 શેરોવાળો બીએસઈ (BSE) સેન્સેક્સ 82 પોઈન્ટના વધારા સાથે 80370 પર ખુલ્યો. જ્યારે, એનએસઈ (NSE)ના 50 શેરોમાંથી બેન્ચમાર્ક ઈન્ડેક્સ નિફ્ટી (Nifty) બુધવારના રોજ 6 પોઈન્ટના વધારા સાથે 24342 ના સ્તરે ટ્રેડિંગ શરૂ કર્યું. ખુલ્યાના થોડીવારમાં જ સેન્સેક્સ અને નિફ્ટી બંને રેડ ઝોનમાં આવી ગયા. શેરબજારમાં સપ્તાહની શરૂઆતથી તેજીનો દોર જોવા મળ્યો હતો. સતત બીજા દિવસે પણ શેરબજારની ઉછાળા સાથે શરૂઆત થઈ હતી. જ્યારે આજે ત્રીજા દિવસે અક્ષય તૃતિયાના દિવસે બજારની તેજી સાથે શરૂઆત થઈ. જો કે બજારની સારી શરૂઆત બાદ નજીવો ઘટાડો પણ જોવા મળ્યો. આજે અક્ષય તૃતિયાના દિવસે બજાર પર નિષ્ણાતોની નજર રહેશે.
શેરબજારમાં સપ્તાહના બીજા દિવસે એટલે મંગળવારે બીએસઈ (BSE) સેન્સેક્સ 80630 ના સ્તર પર ખૂલ્યો સ્તર પર ખૂલ્યો હતો. જયારે NSE નિફ્ટી બજારના આરંભે 24,441ના સ્તર પર ખુલ્યો. બીએસઈનો 30 શેરનો બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ 411 પોઈન્ટ વધીને 80630 ની સપાટી વટાવી. જ્યારે, એનએસઈનો 50 શેરનો સંવેદનશીલ ઈન્ડેક્સ નિફ્ટી 50 એ 100 પોઈન્ટના ઉછાળા સાથે 113.25 પોઈન્ટનો ઉછાળો નોંધાવ્યો છે. બજારના આરંભે આજે નિફ્ટી 24,441 પર ટ્રેડ થઈ રહ્યો છે. મંગળવારે સેન્સેક્સ અને નિફ્ટી 29 એપ્રિલના રોજ નજીવા વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા હતા.
