શેરબજારમાં આજે મામુલી વધારા સાથે સારી શરૂઆત થઈ છે. બીએસઈ (BSE) સેન્સેક્સ 80,000ના સ્તર પર ખૂલ્યો. તે જ સમયે, NSE નિફ્ટીમાં પણ ઉછાળો જોવા મળતા 24,300ના સ્તર પર ખુલ્યો. ગઈકાલે BSE સેન્સેક્સ 78.81 (0.10%) ના વધારા સાથે 79,505.36ના સ્તર પર ખુલ્યો હતો. જયારે, NSE નિફ્ટી 4.20 (-0.02%) પોઈન્ટ ઘટીને 24,157.65ના સ્તર પર ખુલ્યો હતો.
શેરબજારમાં સતત સાતમા ટ્રેડિંગ સત્રમાં તેજી જોવા મળી રહી છે. બીએસઈ સેન્સેક્સ 80,000ની ઉપર ખુલવામાં સફળ રહ્યો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો સંવેદનશીલ સૂચકાંક, સેન્સેક્સ આજે બુધવારે 546 પોઈન્ટના ઉછાળા સાથે 80142ના સ્તરે ખુલ્યો. બીજી તરફ, એનએસઈનો નિફ્ટી 190ના પોઈન્ટના ઉછાળા સાથે 24357ના સ્તરે ખુલવામાં સફળ રહ્યો.
