શેરબજારમાં આજે બજારના આરંભે તેજી સાથે શરૂઆત જોવા મળી. શેરબજારમાં આજે બીએસઈ (BSE) સેન્સેક્સ 80630 ના સ્તર પર ખૂલ્યો સ્તર પર ખૂલ્યો. તે જ સમયે, NSE નિફ્ટી બજારના આરંભે 24,441ના સ્તર પર ખુલ્યો. બીએસઈનો 30 શેરનો બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ 411 પોઈન્ટ વધીને 80630 ની સપાટી વટાવી. જ્યારે, એનએસઈનો 50 શેરનો સંવેદનશીલ ઈન્ડેક્સ નિફ્ટી 50 એ 100 પોઈન્ટના ઉછાળા સાથે 113.25 પોઈન્ટનો ઉછાળો નોંધાવ્યો છે. બજારના આરંભે આજે નિફ્ટી 24,441 પર ટ્રેડ થઈ રહ્યો છે.

સ્થાનિક શેરબજારમાં આજે સારી શરૂઆત થઈ છે. ગત સપ્તાહના અંતે ઘટાડા બાદ આ સપ્તાહના આરંભથી બજારમાં સારી શરૂઆત જોવા મળી. આજે બજારના આરંભે રિલાયન્સના શેરોમાં તેજી જોવા મળી રહી છે. આજે ​​મંગળવારના ટ્રેડિંગની શરૂઆત 42 પોઈન્ટના વધારા સાથે 24370 ના સ્તરે થઈ. શરૂઆતના ટ્રેડિંગમાં, નિફ્ટી 93 પોઈન્ટના વધારા સાથે 24,422 પર પહોંચ્યો. જ્યારે, સેન્સેક્સ 302.49 ના ઉછાળા સાથે 80,520.86 પર પહોંચ્યો.

સોમવારે ભારતીય શેરબજારોમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો. બંને બેન્ચમાર્ક સૂચકાંકોમાં 1-1 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો. સેન્સેક્સ 1005.84 પોઈન્ટ અથવા 1.27 ટકા વધીને 80,218 .37 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 50 289 15 પોઈન્ટ અથવા 1.20 ટકા વધીને 24,328.50 પર બંધ થયો.