શેરબજારમાં આજે લીલા નિશાન સાથે શરૂઆત થઈ. બજાર ખુલવાના આરંભે બીએસઈ (BSE) સેન્સેક્સ 80,700 ના સ્તર પર ખૂલ્યો. જયારે આ જ સમયે (NSE) નિફ્ટી 24,408ના સ્તર પર ખુલ્યો. શેરબજારમાં સતત ત્રણ દિવસ તેજી બાદ ગત રોજ બજાર બંધ હતું અને આજે ફરી તેજી સાથે શરૂઆત જોવા મળી હતી. બજાર ખુલતા જ સેન્સેકસમાં 349.51 (0.44%)નો ઉછાળો અને નિફ્ટીમાં 74.05 (0.30%)નો ઉછાળા સાથે શરૂઆત થઈ.
અક્ષય તૃતીયા (30 એપ્રિલ)ના દિવસે શેર બજાર લીલા નિશાન સાથે શરૂ થયું હતું. અક્ષય તૃતિયાના દિવસે બીએસઈ (BSE) સેન્સેક્સ 82 પોઈન્ટના વધારા સાથે 80370 પર ખુલ્યો હતો. જ્યારે, એનએસઈ (NSE)ના 50 શેરોમાંથી બેન્ચમાર્ક ઈન્ડેક્સ નિફ્ટી (Nifty) બુધવારના રોજ 6 પોઈન્ટના વધારા સાથે 24342 ના સ્તરે ટ્રેડિંગ કર્યું હતું. શેરબજારમાં સપ્તાહની શરૂઆતથી તેજીનો દોર જોવા મળ્યો હતો. સતત બીજા દિવસે પણ શેરબજારની ઉછાળા સાથે શરૂઆત થઈ હતી. શેરબજારમાં સપ્તાહના બીજા દિવસે એટલે મંગળવારે બીએસઈ (BSE) સેન્સેક્સ 80630 ના સ્તર પર ખૂલ્યો સ્તર પર ખૂલ્યો હતો. જયારે NSE નિફ્ટી બજારના આરંભે 24,441ના સ્તર પર ખુલ્યો. જ્યારે ત્રીજા દિવસે અક્ષય તૃતિયાના દિવસે બજારની તેજી સાથે શરૂઆત થઈ. જો કે બજારની સારી શરૂઆત બાદ નજીવો ઘટાડો પણ જોવા મળ્યો. આજે અક્ષય તૃતિયાના દિવસે બજાર પર નિષ્ણાતોની નજર રહેશે.
