શેરબજારમાં આજે ગઈકાલના ઘટાડા બાદ સારી શરૂઆત થઈ. બજારના આરંભે +276.50 (0.34%)ના ઉછાળા સાથે 81,228.49ના સ્તર પર ખૂલ્યો. અને નિફ્ટી+117.40 (0.48%)ના ઉછાળા સાથે 24,727.10 ના સ્તર પર ખૂલ્યો.

શેરબજારની ઘટાડા સાથે શરૂઆત થઈ હતી. ગુરુવારે બજાર 150 પોઈન્ટનો ઉછાળા સાથે શરૂ થયા બાદ ગણતરીની મિનિટમાં 800 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. ગુરુવારે સેન્સેક્સમાં લિસ્ટેડ 30 કંપનીઓમાં પાવર ગ્રીડ, ટેક મહિન્દ્રા, HCL ટેક, નેસ્લે, હિન્દુસ્તાન યુનિલિવર, ITC, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર સૌથી વધુ ઘટ્યા હતા. 

આજે GIFT નિફ્ટી 24,690 ના સ્તરની આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો. આ નિફ્ટી ફ્યુચર્સના પાછલા બંધ કરતા લગભગ 38 પોઈન્ટનો પ્રીમિયમ છે, જે ભારતીય શેરબજાર સૂચકાંકો માટે હળવી હકારાત્મક શરૂઆત સૂચવે છે. ગુરુવારે યુએસ શેરબજારમાં તોફાની સત્રનો અંત આવ્યો. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 1.35 પોઈન્ટ ઘટીને 41,859.09 પર બંધ થયો, જ્યારે S&P 500 2.60 પોઈન્ટ અથવા 0.04 ટકા ઘટીને 5,842.01 પર બંધ થયો. નાસ્ડેક કમ્પોઝિટ 53.09 પોઈન્ટ અથવા 0.28 ટકા ઘટીને 18,925.74 પર બંધ રહ્યો.

મિશ્ર વૈશ્વિક બજાર સંકેતોને પગલે બુધવારે બજારના આરંભે સ્થાનિક શેરબજારના બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં સકારાત્ક દેખાવ જોવા મળ્યો. શેરબજારમાં સેન્સેકસ અને નિફ્ટીમાં ઉછાળા સાથે શરૂઆત થઈ હતી. સેન્સેકસમાં+126.70 (0.16%)ના ઉછાળા સાથે 81,313.13ના સ્તર પર ખૂલ્યો. અને આ જ સમયે નિફ્ટી +51.60 (0.21%)ના ઉછાળા સાથે 24,735.50ના સ્તર પર ખૂલ્યો હતો.