શેરબજારમાં આજે સોમવારે સપ્તાહના પ્રથમ દિવસે બજારમાં સામાન્ય ઉછાળા સાથે શરૂઆત જોવા મળી. શેરબજારમાં આજે બીએસઈ (BSE) સેન્સેક્સ 79,552.96 ના સ્તર પર ખૂલ્યો સ્તર પર ખૂલ્યો. તે જ સમયે, NSE નિફ્ટી બજારના આરંભે 24,120.65 સ્તર પર ખુલ્યો. ગત સપ્તાહના અંતે ઘટાડા બાદ આજે સપ્તાહના આરંભે બજાર ખૂલતા જ સકારાત્મક શરૂઆત જોવા મળી. આજે બજારના આરંભે રિલાયન્સના શેરોમાં તેજી જોવા મળી રહી છે.

ગત સપ્તાહમાં શેરબજારમાં સારી શરૂઆત બાદ સપ્તાહના અંતે ઘટોડો જોવા મળ્યો હતો. સપ્તાહની શરૂઆતમાં વૈશ્વિક બજારોમાંથી કેટલાક સકારાત્મક સંકેતો મળ્યા હતા અને એશિયન બજારોમાં તેજી જોવા મળી હતી, જ્યારે વોલ સ્ટ્રીટમાં રાતોરાત ટેક શેર્સ અને યુએસ-ચીન વેપાર યુદ્ધમાં રાહતના સંકેતોને કારણે તેજી જોવા મળી. ગુરુવારે, ભારતીય શેરબજાર સૂચકાંકો નફા-બુકિંગ પર નીચા સ્તરે બંધ થયા, જેના કારણે તેમનો સાત દિવસનો તેજી પર બ્રેક લાગી હતી. શેરબજારમાં સપ્તાહના અંતે પહેલગામ પર આતંકી હુમલાની ઘટનાની અસર જોવા મળતા ઘટાડો જોવા મળ્યો હતો.

પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે પ્રોફિટ બુકિંગને કારણે શુક્રવારે ભારતીય શેરબજાર નીચા સ્તરે બંધ થયા. સેન્સેક્સ 588.90 પોઈન્ટ અથવા 0.74 ટકા ઘટીને 79,212.53 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 50 207.35 પોઈન્ટ અથવા 0.86 ટકા ઘટીને 24,039.35 પર બંધ થયો.