ભારતીય શેરબજાર સોમવારે અઠવાડિયાના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં વધારા સાથે ખૂલ્યુ છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં ખૂલ્યા. સેન્સેક્સ 307 પોઇન્ટના વધારા સાથે 82,496 અંક પર ખૂલ્યો. જ્યારે નિફ્ટી 88.95 પોઇન્ટના વધારા સાથે 25,092 અંક પર ખૂલ્યો હતો.

શુક્રવારે શું હતી બજારની ચાલ

આજે આરબીઆઇ દ્વારા રેપોરેટમાં 0.5 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવતા શેરબજારે રફતાર પકડી હતી.. માર્કેટે સવારે લાલ નિશાનમાં ફ્લેટ શરૂઆત કરી હતી જે બપોરે 3.30 કલાકે તો લીલા નિશાન પર આવી ગયો હતો. સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં બંધ થયો છે. સેન્સેક્સ 734 પોઇન્ટના વધારા સાથે 82176 પર બંધ થયો જ્યારે નિફ્ટી 252 પોઇન્ટના વધારા સાથે 25,003 અંકે બંધ થયો.

વૈશ્વિક બજારોમાંથી શું મળે છે સંકેત?

વૈશ્વિક બજારોની વાત કરીે તો સોમવારે એશિયાઇ બજારમાં તેજી જોવા મળી. રોકાણકારો વોશિંગ્ટન અને બિજિંગના વેપાર વાર્તા પર નજર રાખીને બેઠા છે. જાપાનનો નિક્કેઇ 225 ઇન્ડેક્સ 0.95 ટકા વધ્યો અને દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 1.73 ટકા વધ્યો. ઓસ્ટ્રેલિયાઇ બજાર સાર્વજનિક રજાને કારણે બંધ છે.

અમેરિકી બજારોમાં વોલ સ્ટ્રીટના પ્રમુખ ઇન્ડેક્સ શુક્રવારે વધારા સાથે બંધ થયા. આશા કરતા સારુ બિન કૃષિ પેરોલ ડેટાએ આર્થિક મંદીની આશંકાઓને ઓછી કરવાને પગલે વૉલ સ્ટ્રીટમાં તેજી આવી. સરકારી ડેટા અનુસાર અમેરિકી પેરોલ 139000 સુધી પહોંચી ગયો. ડાવ જોન્સના 125000 પૂર્વાનુમાનથી વધારે છે. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજમાં 1.05 ટકા વધારો થયો છે. એસએન્ડપી 500માં પણ 1.03 ટકાની વૃદ્ધિ થઇ તથા નૈસ્ડેક કંપોઝિટમાં 1.20 ટકાની તેજી આવી.


વધુ અપડેટ માટે જુઓ.. https://sandesh.com/stockmarket