શેરબજારમાં આજે મિશ્ર વલણ જોવા મળ્યું . બીએસઈ (BSE) સેન્સેક્સ 79,974.46ના સ્તર પર ખૂલ્યો સ્તર પર ખૂલ્યો. તે જ સમયે, NSE નિફ્ટીમાં સામાન્ય ઉછાળો જોવા મળતા 24,331.40ના સ્તર પર ખુલ્યો. છેલ્લા કેટલાક દિવસથી શેરબજારમાં સતત તેજી જોવા મળી રહી હતી આજે તેના પર બ્રેક લાગી છે. અગાઉ બીએસઈ સેન્સેક્સ 80,000ની ઉપર ખુલવામાં સફળ રહ્યો હતો. જ્યારે આજે સેન્સેક્સ 80,000ના નીચેના સ્તર પર ખુલતા આજે બજારના આરંભ નબળી શરૂઆત જોવા મળી.

બજાર ખુલતા જ આજે સેન્સેક્સ 80000 ની નીચે ટ્રેડ કરી રહ્યો છે. સેન્સક્સમાં 229.92 નો ઘટાડો જોવા મળ્યો. જયારે નિફ્ટીમાં પણ 67 પોઈન્ટના ઘટાડા સાથે 24261 ના સ્તર પર ખુલ્યો છે.  ન્સેક્સમાં ટોચના ફાયદામાં ઇન્ડસઇન્ડ બેંક , નેસ્લે, ટેક મહિન્દ્રા , એશિયન પેઇન્ટ્સ , ટાટા મોટર્સ વગેરેનો સમાવેશ થાય છે, જ્યારે ટોચના નુકસાનમાં એરટેલ, આઇસીઆઇસીઆઇ બેંક , ટીસીએસ વગેરેનો સમાવેશ થાય છે.

શેર બજારમાં સતત 7 દિવસથી ચાલી રહેલો ઉપરનો ટ્રેન્ડ આજે તૂટી રહ્યો હોય તેવું લાગે છે. બીએસઈનો 30 શેરનો સંવેદનશીલ સૂચકાંક સેન્સેક્સ આજે, ગુરુવાર 24 એપ્રિલે 58 પોઈન્ટના ઘટાડા સાથે 80058 પર ખુલ્યો. જ્યારે, એનએસઈનો 50 શેરનો બેન્ચમાર્ક સૂચકાંક નિફ્ટી પણ 51 પોઈન્ટના ઘટાડા સાથે 24277 પર ખુલ્યો.