સતત ત્રણ દિવસથી શેરબજાર ઘટાડા સાથે ઓપન થયા બાદ આજે માર્કેટ લીલા નિશાનમાં ખૂલ્યુ છે. સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં નજીવો વધારો જોવા મળી રહ્યો છે. એશિયાઇ બજારોમાં તેજી વચ્ચે ભારતીય શેરબજાર આજે લીલા નિશાને ખૂલ્યુ છે. ઓટો, ફાર્માસ્યૂટિકલ્સ અને પીએસયુ બેંક શેરમાં ખરીદીને કારણે બજારમાં તેજી જોવા મળી છે. સવારે 9.30 કલાકની વાત કરીએ તો, સેન્સેક્સ 54.39 પોઇન્ટના વધારા સાથે 80,791 અંક પર ખૂલ્યો જ્યારે નિફ્ટી 26.10 પોઇન્ટના વધારા સાથે 24,568 અંક પર ખૂલ્યો હતો. બ્રોડર માર્કેટ નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ અને નિફ્ટી સ્મોલકેપ ઇન્ડેક્સમાં 0.2 ટકાની વૃદ્ધિ નોંધાઇ છે.
આજથી RBIની MPCની બેઠક
RBIની નાણાકીય નીતિ સમિતિની બેઠક 4 જૂન એટલે કે આજથી શરૂ થઇ રહી છે. નીતિગત નિર્ણયની જાહેરાત 6 જૂન શુક્રવારે થશે. આ બેઠકમાં રેપોરેટમાં ઘટાડો થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. રેપોરેટ 0.25 ટકા ઘટી શકે છે. જો કે ઘણા એસબીઆઇએ પોતાના રિપોર્ટમાં 0.50 ટકા રેપો રેટ ઘટે તેવી સંભાવના વ્યક્ત કરી હતી.
વૈશ્વિક બજારોમાં શું છે સંકેત
એશિયાઇ બજારો આજે મજબૂત જોવા મળી રહ્યા છે. વૉલ સ્ટ્રીટમાં તેજીને કારણે એશિયાઇ બજારમાં મજબૂતી આવી છે. વિપક્ષી નેતા લી જે મ્યાંગની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત થતા બજાર ખૂલતા જ દક્ષિણ કોરિયાએ ક્ષેત્રીય વધારો હાંસલ કર્યો છે. કોસ્પી 1.85 ટકા ઉછળીને 10 મહિનાના હાઇએસ્ટ સ્તર પરપહોંચી ગયો છે. નિક્કેઇમાં 0.94 ટકાનો વધારો થયો છે. જયારે ટૉપિક્સમાં 0.43 ટકાનો વધારો થયો છે. બ્રોડકોમ અને મોઇક્રોન ટેક્નોલોજીએ ક્રમશઃ 3 અને 4 ટકા કરતા વધારે વધારો મેળવ્યો છે.
વધુ અપડેટ માટે જુઓ.. https://sandesh.com/stockmarket