શેરબજારની શરૂઆત આજે ખૂબ જ સુસ્ત રહી. લીલા નિશાન પર ખુલ્યાની થોડીવારમાં જ સેન્સેક્સ-નિફ્ટી લાલ થઈ ગયા. સેન્સેક્સ 88.70 પોઈન્ટ અથવા 0.11 ટકાના ઘટાડા સાથે 81,239.95 પર ટ્રેડ કરી રહ્યો છે જ્યારે નિફ્ટી 29.10 પોઈન્ટ અથવા 0.12 ટકાના ઘટાડા સાથે 24,637.80 પર ટ્રેડ કરી રહ્યો છે.


શેરબજારની શરૂઆત આજે ખૂબ જ સુસ્ત રહી. 30 શેરોવાળો બીએસઈ સંવેદનશીલ સૂચકાંક સેન્સેક્સ 23 પોઈન્ટના નજીવા વધારા સાથે 81354 પર ખુલ્યો. જ્યારે, એનએસઈનો 50 શેરોવાળો બેન્ચમાર્ક સૂચકાંક નિફ્ટી 27 પોઈન્ટના વધારા સાથે 24694 ના સ્તરે ખુલવામાં સફળ રહ્યો. અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર તણાવમાં થોડી રાહતને કારણે ગુરુવારે એશિયન બજારોમાં ઘટાડો જોવા મળ્યો. જાપાનનો નિક્કી 225 0.90% ઘટ્યો, અને ટોપિક્સ ઇન્ડેક્સ 0.75% ઘટ્યો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.29 ટકા ઘટ્યો અને સ્મોલ-કેપ શેરોને ટ્રેક કરતો કોસ્ડેક 0.37 ટકા ઘટ્યો. ઓસ્ટ્રેલિયાનો S&P/ASX 200 0.24% ઘટ્યો. હોંગકોંગમાં, હેંગ સેંગ ઇન્ડેક્સ 0.42% ઘટ્યો અને ચીનનો CSI 300 મોટાભાગે યથાવત રહ્યો.

આજે ગિફ્ટ નિફ્ટી 24,767 ના સ્તરની આસપાસ ખુલ્યો. આ નિફ્ટી ફ્યુચર્સના પાછલા બંધ કરતા લગભગ 42 પોઈન્ટનો પ્રીમિયમ છે, જે ભારતીય શેરબજાર સૂચકાંકો માટે ગેપ-અપ શરૂઆત સૂચવે છે. બુધવારે સેન્સેકસ 260થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે 81,410.44ના સ્તર પર ખૂલ્યો હતો. જ્યારે નિફ્ટી 81 પોઈન્ટના ઉછાળા સાથે 24,659.65ના સ્તર પર ખૂલ્યો હતો. મંગળવારના મોટા ઘટાડા પછી, 30 શેરના BSE સેન્સેક્સે બુધવારના ટ્રેડિંગની શરૂઆત 130 પોઈન્ટના વધારા સાથે કરી.

  • Follow us on: