આજે શેરબજારમાં  સારી શરૂઆત જોવા મળી. ઓપરેશન સિંદૂરના બીજા દિવસે પણ ભારતીય શેરબજાર ગતિશીલ રહ્યું . સેન્સેક્સ-નિફ્ટી આજે વધારા સાથે ખુલ્યા. બજારના આરંભે સેન્સેક્સમાં 165 પોઈન્ટનો ઉછાળો જોવા મળતા 80912ના સ્તર પર ખુલ્યો. જ્યારે, નિફ્ટી 17 પોઈન્ટના વધારા સાથે 24431 ના સ્તરે ખુલવામાં સફળ રહ્યો. 

જણાવી દઈએ કે ગતરોજ ભારતના ઓપરેશન સિંદૂરની અસર શેરબજાર પર જોવા મળી હતી. ગતરોજ બજારના આરંભે સ્થાનિક શેરબજારમાં ઘટાડો થયો હતો. સેન્સેક્સ ૧૫૬ પોઈન્ટ ઘટ્યો, જ્યારે નિફ્ટી ૮૨ પોઈન્ટ ઘટ્યો.  BSE સેન્સેક્સ 180.48 પોઈન્ટ અથવા 0.22 % ઘટીને 80,460.59 પોઈન્ટ પર ખુલ્યો. તે જ સમયે, NSE નિફ્ટી 25.60 પોઈન્ટ એટલે કે 0.11% ના ઘટાડા સાથે 24,354.00 પર ખુલ્યો. 

મંગળવારે ભારતીય શેરબજાર વધારા સાથે બંધ થયું હતું, સેન્સેક્સ ૧૦૫.૭૧ પોઈન્ટ અથવા ૦.૧૩ ટકા વધીને ૮૦,૭૪૬.૭૮ પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી ૫૦ ૩૪.૮૦ પોઈન્ટ અથવા ૦.૧૪ ટકા વધીને ૨૪,૪૧૪.૪૦ પર બંધ થયો હતો.