ભારતીય શેરબજારની મંગળવારે અમંગળ શરૂઆત રહી. સવારે 9.30 કલાકની વાત કરીએ તો, સેન્સેક્સ 375.88 પોઇન્ટના ઘટાડા સાથે 80,997.87 અંક પર ખૂલ્યો જ્યારે નિફ્ટી −95.60 પોઇન્ટના ઘટાડા સાથે 24,621.00 અંક પર ખૂલ્યો. આમ કારોબારી સપ્તાહના સતત બીજા દિવસે શેર બજાર લાલ નિશાનમાં ખૂલ્યું છે.
વૈશ્વિક બજારોમાં શું છે સંકેત ?
- એશિયાઇ બજારોમાં મંગળવારે સામાન્ય વધારો જોવા મળ્યો. વૉલ સ્ટ્રીટમાં સોમવારે તેજી આવી. જો કે વૈશ્વિક વેપાર તણાવ વધુ ઘેરાય તેવા સંકેત મળી રહ્યા છે.
- આ તરફ ચીન અને અમેરિકા પર અસ્થાયી વેપાર સમજૂતીનું ઉલ્લંઘન અને આરોપોને નકારી દીધા. સાથે જ અમેરિકા પર પોતાની પ્રતિબદ્ધતાઓ પુરા ન કરવાનો આરોપ પણ લગાવ્યો. આ વિવાદ દર્શાવે છે કે દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા વચ્ચે વેપારી ચર્ચા વધારે ખરાબ થઇ રહી છે.
- આ વચ્ચે જાપાનનો નિક્કેઇ ઇન્ડેક્સ 0.43 ટકા ઉપર હતો. જયારે ટોપિક્સ અને કોસ્પી નજીવા વધારા સાથે સ્થિર હતો. AX200 ઇન્ડેક્સ 0.67 ટકાના વધારા પર હતો. દક્ષિણ કોરિયાઇ બજાર વોટર્સ ડેને કારણ બંધ રહ્યા છે.
- સોમવારે S&P માં 0.41 ટકા, નેસ્ડૈક કંપોઝિટમાં 0.67 ટકા અને ડોવ જોન્સમાં 0.08 ટકાની તેજી નોંધાઇ છે.
અદાણી ગ્રુપના શેર્સમાં ઘટાડો
- અદાણી ગ્રુપના શેર્સમાં ઘટાડો નોંધાયો છે. અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં 2 ટકાથી વધારેનો ઘટાડો થયો છે.
- જ્યારે અદાણી પોર્ટ્સમાં પણ 2 ટકાથી વધારે ઘટાડો નોંધાયો છે.
- અદાણી ગ્રુપના શેરમાં આ ઘટાડો સ્ટ્રીટ જર્નલના એક રિપોર્ટ બાદ આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ગૌતમ અદાણીના નેતૃત્વ વાળા સમૂહની અમેરિકી પ્રોસિક્યુટર્સ દ્વારા તપાસ કરવામાં આવી રહી છએ.
વધુ અપડેટ માટે જુઓ .. https://sandesh.com/stockmarket