કારોબારી સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારે લાલ નિશાનમાં ફ્લેટ શરૂઆત કરી છે. શુક્રવારે બીએઇ સેન્સેક્સ 122.26  પોઇન્ટના ઘટાડા સાથે 81,319.78  અઁક પર ખૂલ્યો હતો. જ્યારે નિફ્ટી 50 પોઇન્ટના −21.55 ઘટાડા સાથે 24,729.35 અઁક પર ખૂલ્યો હતો. બીજી તરફ વાત કરીએ ગુરુવારની તો ગુરવારે શેરબજાર લીલા નિશાનમાં ખૂલ્યું હતું. આજે શેરબજારની ચાલ ફ્લેટ જોવા મળી રહી છે. કારણ કે બજારની નજર આરબીઆઇ એમપીસી પોલીસની બેઠક પર છે. આ બેઠકનો આજે છેલ્લો દિવસ છે. જેમાં શક્યતા છે કે આરબીઆઇ ગર્વનર વ્યાજદરોમાં ઘટાડાની જાહેરાત કરી શકે. 

વૈશ્વિક બજારોમાંથી શું મળે છે સંકેત ?
વૈશ્વિક બજારોમાં તેજી જોવા મળી રહી છે. રોકાણદારો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે ફોન પર વાતચીત પર પ્રતિક્રિયા વ્યક્ત કરી, આ બંને દેશો વચ્ચે વેપાર તણાવમાં ઘટાડો થાય તેવી આશા ફરી જાગી છે. જાપાનના નિક્કેઇ ઇન્ડેક્સમાં 0.31 ટકાની વૃદ્ધિ થઇ છે જ્યારે ટોપિક્સમાં 0.45 ટકાની વૃદ્ધિ થઇ. કોસ્પીમાં 1.49 ટકાની વૃદ્ધિ થઇ જ્યારે એએસએક્સ 200માં 0.03 ટકાની વૃદ્ધિ થઇ. વોલ સ્ટ્રીટ પર પ્રમુખ અમેરિકી ઇન્ડેક્સ ટેસ્લાના શેરમાં ઘટાડાનું કારણે ઘટીને બંધ થયા. એસએન્ડપી 500માં 0.53 ટકાનો ઘટાડો થયા જ્યારે નૈસ્ડેકમાં 0.83 ટકાનો ઘટાડો થયો. ડોવ જોન્સમાં 0.25 ટકાનો ઘટાડો થયો છે.


કયા શેર્સમાં વધારો ઘટાડો ?

શુક્રવારે સેન્સેક્સની 30માંથી 16 કંપનીઓના શેર વધારા સાથે લીલા નિશાનમાં ખૂલ્યા જ્યારે 14 કંપનીઓના શેર ઘટાડા સાથે લાલ નિશાનમાં ખૂલ્યા છે. બીજી તરફ આજે નિફ્ટી 50માં 50 માંથી 29 કંપનીઓ શેર તેજી સાથે લાલ નિશાનમાં ખૂલ્યા જ્યારે બાકીની 21 કંપનીઓના શેર નુકસાન સાથે લાલ નિશાનમાં ખૂલ્યા. સેન્સેક્સની કંપનીઓમાં સામેલ બજાર ફિનવર્સના શેર આજે સૌથી વધારે 1.49 ટકાના વધારા સાથે ખૂલ્યા જ્યારે આઇસીઆઇસીઆઇ બેંકના શેર સૌથી વધારે 0.43 ટકાના ઘટાડા સાથે ખૂલ્યા હતા.

વધુ અપડેટ માટે જુઓ.. https://sandesh.com/stockmarket