શેરબજારમાં આજે સારી શરૂઆત જોવા મળી. બજારના આરંભે આજે શેર બજાર આજે લીલા રંગમાં શરૂ થયું છે. સેન્સેકસ +101.43 પોઈન્ટના ઉછાળા સાથે 82,160.85ના સ્તર પર ખૂલ્યો.  અને નિફ્ટી +14.50 (0.058%)ના ઉછાળા સાથે 24,959.95ના સ્તર પર ખૂલ્યો.  બીએસઈનો 30 શેરનો બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ 56 પોઈન્ટના વધારા સાથે 82116 પર ખુલ્યો. જ્યારે, એનએસઈનો 50 શેરનો સંવેદનશીલ ઈન્ડેક્સ નિફ્ટી મંગળવારના ટ્રેડિંગની શરૂઆત 50 પોઈન્ટના વધારા સાથે 24996 ના સ્તરે તેજી સાથે અડધી સદી સાથે થયો.

એશિયન બજારોમાંથી સકારાત્મક સંકેતોને કારણે સ્થાનિક શેરબજારના બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી 50 લીલા રંગમાં ખુલવાની અપેક્ષા છે . ચાર સત્રોમાં પહેલી વાર એશિયન શેરબજારમાં વધારો થયો. સોમવારે શરૂઆતમાં, સેન્સેક્સ અને નિફ્ટી 50 લાલ નિશાનમાં બંધ થયા હતા. સેન્સેક્સ 271 પોઈન્ટ (0.33 ટકા) ઘટીને 82,059.42 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 50 75 પોઈન્ટ (0.30 ટકા) ઘટીને 24,944.45 પર બંધ થયો. ચાર સત્રોમાં પહેલી વાર એશિયન શેરબજારમાં વધારો થયો. જાપાનનો નિક્કી 0.50 ટકા વધીને 37686 પર બંધ થયો. કોરિયાનો કોસ્પી પણ લીલા નિશાનમાં રહ્યો.

ગઈકાલે સપ્તાહના પ્રથમ દિવસે  શેરબજારમાં લીલા નિશાન સાથે શરૂઆત થઈ હતી અને બપોર પછી ફરી મંદીનો દોર જોવા મળ્યો અને બજાર ઘટાડા સાથે બંધ થયું હતું. સેન્સેકસ +7.94 (0.0096%)ના ઉછાળા સાથે 82,338.53ના સ્તર પર ખૂલ્યો. અને નિફ્ટી +3.75 (0.015%)ના ઉછાળા સાથે 25,023.55ના સ્તર પર ખૂલ્યો. સપ્તાહના પ્રથમ દિવસે બજાર લાલ નિશાન સાથે શરૂઆત કર્યા બાદ તરત જ લીલા નિશાન સાથે સકારાત્મક શરૂઆત કરી. જ્યારે બજાર બંધ થવાના સમયે સેન્સેક્સ અને નિફ્ટી −272.19 (0.33%) પોઈન્ટનો ઘટાડા સાથે 82,058.41ના સ્તર પર બંધ થયા. જયારે નિફ્ટી −74.30 (0.30%) ઘટાડો થતા 24,945.50ના સ્તર પર બંધ થયો. જો કે આજનો દિવસ પારસ ડિફેન્સ માટે વધુ સારો રહ્યો.