ગઈકાલના ઘટાડા બાદ શેરબજારમાં આજે સારી શરૂઆત થઈ. બજારના આરંભે આજે સેન્સેકસ અને નિફ્ટીમાં ઉછાળો જોવા મળ્યો. સેન્સેકસ +20.61 (0.025%)ના ઉછાળા સાથે 81,572.24 ના સ્તર પર ખૂલ્યો. અને આ જ સમયે નિફ્ટી +35.60 (0.14%)ના ઉછાળા સાથે 24,861.80 ના સ્તર પર ખૂલ્યો.
મંગળવારે શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો. આજે સેન્સેકસ −741.70 (0.90%) પોઈન્ટ ઘટાડા સાથે 81,434.76 ના સ્તર પર ખૂલ્યો. અને નિફ્ટી −177.45 (0.71%)ના ઘટાડા સાથે 24,823.70 ના સ્તર પર ખૂલ્યો. ગતરોજ બજારના આરંભે અને બજાર બંધ થવાના સમયે મોટો ઘટાડો જોવા મળ્યો હતો. બજારમાં મંદીના માહોલને પગલે તેજીની ચાલ પર બ્રેક લાગી હતી.
