આજે શેરબજારમાં સેન્સેકસ અને નિફ્ટીમાં ઉછાળા સાથે શરૂઆત થઈ. સેન્સેકસમાં+126.70 (0.16%)ના ઉછાળા સાથે 81,313.13ના સ્તર પર ખૂલ્યો. અને આ જ સમયે નિફ્ટી +51.60 (0.21%)ના ઉછાળા સાથે 24,735.50ના સ્તર પર ખૂલ્યો.

શેર બજારમાં સતત ત્રણ દિવસથી ચાલી રહેલો ઘટાડો આજે બંધ થતો હોય તેવું લાગે છે. 30 શેરોવાળો બીએસઈ સંવેદનશીલ સૂચકાંક સેન્સેક્સ આજે, બુધવાર, 21 મે ના રોજ 141 પોઈન્ટના વધારા સાથે 81,313.13 ના સ્તરે ખુલ્યો. જ્યારે, એનએસઈનો બેન્ચમાર્ક સૂચકાંક નિફ્ટી 50, જેમાં 50 શેરોનો સમાવેશ થાય છે, 60 પોઈન્ટના વધારા સાથે 24,735.50 ના સ્તરે દિવસનો વેપાર શરૂ થયો.

મિશ્ર વૈશ્વિક બજાર સંકેતોને પગલે બુધવારે બજારના આરંભે સ્થાનિક શેરબજારના બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં સકારાત્ક દેખાવ જોવા મળ્યો. એશિયન બજારો વધારા સાથે કારોબાર કરી રહ્યા હતા, જ્યારે યુએસ શેરબજારો રાતોરાત ઘટાડા સાથે બંધ થયા હતા. ગતરોજ મંગળવારે બજારના આરંભે આજે શેર બજાર આજે લીલા રંગમાં શરૂ થયું છે. સેન્સેકસ +101.43 પોઈન્ટના ઉછાળા સાથે 82,160.85ના સ્તર પર ખૂલ્યો. અને નિફ્ટી +14.50 (0.058%)ના ઉછાળા સાથે 24,959.95ના સ્તર પર ખૂલ્યો. બીએસઈનો 30 શેરનો બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ 56 પોઈન્ટના વધારા સાથે 82116 પર ખુલ્યો.