આજે શેરબજારમાં સેન્સેકસ +5.91 (0.0072%)ના ઉછાળા સાથે 81,638.93 ના સ્તર પર ખૂલ્યો. અને આ જ સમયે નિફ્ટી +25.65 (0.10%)ના ઉછાળા સાથે 24,859.25 ના સ્તર પર ખૂલ્યો હતો. જો કે બજારના આરંભ બાદ ગણતરીના સમયમાં સેન્સેકસ અને નિફ્ટીમાં નબળી શરૂઆત જોવા મળી. સેન્સેકસમાં −24.45 (0.030%)ના ઘટાડો જોવા મળતા અત્યારે 81,608.57ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે નિફ્ટીમાં −4.90 (0.020%) ઘટાડો જોવા મળ્યો. અને અત્યારે નિફ્ટી 24,828.70ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે.
ગુરુવાના રોજ શેરબજારની સારી શરૂઆત થઈ. સેન્સેકસ અને નિફ્ટીમાં ઉછાળો જોવા મળ્યો. શેરબજારમાં સેન્સેકસ +209.78 (0.26%)ના ઉછાળા સાથે 81,522.10 ના સ્તર પર ખૂલ્યો. અને આ જ સમયે નિફ્ટી +47.95 (0.19%)ના ઉછાળા સાથે 24,800.40 ના સ્તર પર ખૂલ્યો.
