શેરબજારમાં આજે ઘટાડા સાથે શરૂઆત થઈ. આજે બજારના આરંભે સેન્સેક્સ ઘટાડા સાથે 80,723.14ના સ્તર પર ખૂલ્યો. અને આ સમયે નિફ્ટી 24,452.30ના સ્તરે ખૂલ્યો. આજે સેન્સેક્સમાં −73.70 (0.091%) ઘટાજો જોવા મળ્યો અને નિફ્ટીમાં −8.85 (0.036%)ના ઘટાડા સાથે 24,452.30ના સ્તરે ખૂલ્યો. બજારના આરંભે સેન્સેક્સ અને નિફ્ટીમા ઉછાળા સાથે શરૂઆત થતાં છેલ્લા કેટલાક દિવસથી ચાલતી તેજી પર બ્રેક લાગી.
આજે ભારતીય શેરબજારમાં Ather Energyના આઈપીઓનું લિસ્ટીંગ થવાનું છે . ઇલેક્ટ્રિક વાહન (EV) નિર્માતા એથર એનર્જી લિમિટેડનો IPO સામાન્ય સબ્સ્ક્રિપ્શન સાથે બંધ થયો. એથર એનર્જીના IPO લિસ્ટિંગની તારીખ આજે, 6 મે, 2025 છે. સંભવત બજાર બંધ થવાના સમયે સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળો જોવા મળે તેવો નિષ્ણાતોનો અભિપ્રાય છે.
ગતરોજ સપ્તાહના આરંભે શેરબજારમાં ફરી તેજી સાથે શરૂઆત થઈ. બજાર ખુલવાના આરંભે બીએસઈ (BSE) સેન્સેક્સ 80,816.95 ના સ્તર પર ખૂલ્યો. જયારે આ જ સમયે (NSE) નિફ્ટી 24,447.20ના સ્તર પર ખુલ્યો. સેન્સેક્સ 314.96 પોઈન્ટ વધારા સાથે 80,816.95ના સ્તર પર ખૂલ્યો. જ્યારે નિફ્ટીમાં સતત તેજીનો દોર જોવા મળતા આજે 100.50નો ઉછાળો જોવા મળ્યો. સપ્તાહના આરંભે બજારની સારી શરૂઆતથી રોકાણકારોમાં ખુશી જોવા મળી.
શેરબજારમાં ગત સપ્તાહના આરંભે 28 એપ્રિલના રોજ પણ તેજીનો દોર જોવા મળ્યો હતો. જેના બાદ બજારને અક્ષય તૃતિયાનો લાભ મળ્યો હતો. અક્ષય તૃતીયા (30 એપ્રિલ)ના દિવસે શેર બજાર લીલા નિશાન સાથે શરૂ થયું હતું. જ્યારે સપ્તાહના અંતે 2 મેના રોજ લીલા નિશાન સાથે બજારની શરૂઆત થઈ હતી. બજાર ખુલવાના આરંભે બીએસઈ (BSE) સેન્સેક્સ 80,700 ના સ્તર પર ખૂલ્યો. જયારે આ જ સમયે (NSE) નિફ્ટી 24,408ના સ્તર પર ખુલ્યો. એકદંરે ગત સપ્તાહમાં શેરબજારમાં સારો માહોલ રહ્યો હતો.