આજે સપ્તાહના આરંભે શેરબજારમાં ફરી તેજી સાથે શરૂઆત થઈ. બજાર ખુલવાના આરંભે બીએસઈ (BSE) સેન્સેક્સ 80,816.95 ના સ્તર પર ખૂલ્યો. જયારે આ જ સમયે (NSE) નિફ્ટી 24,447.20ના સ્તર પર ખુલ્યો. સેન્સેક્સ 314.96 પોઈન્ટ વધારા સાથે 80,816.95ના સ્તર પર ખૂલ્યો. જ્યારે નિફ્ટીમાં સતત તેજીનો દોર જોવા મળતા આજે  100.50નો ઉછાળો જોવા મળ્યો. સપ્તાહના આરંભે બજારની સારી શરૂઆતથી રોકાણકારોમાં ખુશી જોવા મળી.

બજારને મળ્યો હતો અક્ષય તૃતિયાનો લાભ

શેરબજારમાં ગત સપ્તાહના આરંભે 28 એપ્રિલના રોજ પણ તેજીનો દોર જોવા મળ્યો હતો. જેના બાદ  બજારને અક્ષય તૃતિયાનો લાભ મળ્યો હતો. અક્ષય તૃતીયા (30 એપ્રિલ)ના દિવસે શેર બજાર લીલા નિશાન સાથે શરૂ થયું હતું. અક્ષય તૃતિયાના દિવસે બીએસઈ (BSE) સેન્સેક્સ 82 પોઈન્ટના વધારા સાથે 80370 પર ખુલ્યો હતો. જ્યારે, એનએસઈ (NSE)ના 50 શેરોમાંથી બેન્ચમાર્ક ઈન્ડેક્સ નિફ્ટી (Nifty) બુધવારના રોજ 6 પોઈન્ટના વધારા સાથે 24342 ના સ્તરે ટ્રેડિંગ કર્યું હતું.

જ્યારે સપ્તાહના અંતે 2 મેના રોજ લીલા નિશાન સાથે બજારની શરૂઆત થઈ હતી. બજાર ખુલવાના આરંભે બીએસઈ (BSE) સેન્સેક્સ 80,700 ના સ્તર પર ખૂલ્યો. જયારે આ જ સમયે (NSE) નિફ્ટી 24,408ના સ્તર પર ખુલ્યો. એકદંરે ગત સપ્તાહમાં શેરબજારમાં સારો માહોલ રહ્યો હતો. દેશની વર્તમાન સ્થિતિના કારણે બજારમાં બહુ મોટો ઘટાડો જોવા ના મળ્યો. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલ તણાવ આગામી દિવસોમાં બજાર પર અસર કરે તેવી સંભાવના છે. ભારતે પાકિસ્તાન સાથે આયાત-નિકાસ પર પ્રતિબંધ મૂકતા કેટલીક વસ્તુઓના ભાવ ઉચકાઈ શકે છે.