શેરબજારમાં આજે લીલા નિશાન સાથે શરૂઆત થઈ. બજારના આરંભે સેન્સેકસ 260થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે 81,410.44ના સ્તર પર ખૂલ્યો. જ્યારે નિફ્ટી 81 પોઈન્ટના ઉછાળા સાથે 24,659.65ના સ્તર પર ખૂલ્યો. મંગળવારના મોટા ઘટાડા પછી, 30 શેરના BSE સેન્સેક્સે બુધવારના ટ્રેડિંગની શરૂઆત 130 પોઈન્ટના વધારા સાથે કરી.
સપ્તાહના પ્રથમ દિવસે બજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. સોમવારે સેન્સેક્સ 1890 પોઈન્ટના બમ્પર ઉછાળા સાથે 81344 પર પહોંચી ગયો હતો. નિફ્ટી 579 પોઈન્ટના ઉછાળા સાથે 24587 પર છે. સન ફાર્મા સિવાય સેન્સેક્સના બધા શેર લીલા નિશાનમાં ખુલ્યા હતા. અને બીજા દિવસે મંગળવારે શેરબજારની શરૂઆત નબળી રહી. એક દિવસ પહેલા જ બમ્પર ઉછાળા સાથે બંધ થયેલો BSEનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ આજે મંગળવારે લાલ નિશાન પર ખુલ્યો. NSE ના બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી સાથે પણ આવું જ હતું. સેન્સેક્સ 180 પોઈન્ટના ઘટાડા સાથે 82,249.60 પર ખુલ્યો. જ્યારે, નિફ્ટીએ આજના કારોબારની શરૂઆત 60 પોઈન્ટની નબળાઈ સાથે 24,864.05 ના સ્તરે કરી હતી.













