ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે યુદ્ધ જેવી સ્થિતિ છે. તેની અસર આજે સ્થાનિક શેરબજાર પર પણ જોવા મળી રહી છે. બજારના આરંભે સેન્સેક્સ-નિફ્ટીમાં ભારે ઘટાડો નોંધાઈ રહ્યો છે. સેન્સેક્સમાં ભારે મંદી છે. તેના ૩૦ શેરમાંથી ૨૯ શેર લાલ રંગમાં ખુલ્યા. બીએસઈનો બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ 1366 પોઈન્ટના ઘટાડા સાથે 78968 ના સ્તરે ખુલ્યો. બીજી તરફ, NSEનો મુખ્ય સૂચકાંક નિફ્ટી 338 પોઈન્ટ ઘટીને 23935 પર ખુલ્યો.
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે આજે સ્થાનિક શેર બજારમાં ઘણી ગતિવિધિઓ જોવા મળી . સવારે લગભગ 6:45 વાગ્યે, GIFT નિફ્ટી 216 પોઈન્ટ ઘટીને 23972 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ પર ભારતીય શેરબજાર પ્રતિક્રિયા આપવા માટે તૈયાર છે. ગુરુવારે મોડી સાંજે, ભારતીય વાયુ સંરક્ષણ એકમોએ પાકિસ્તાન દ્વારા છોડવામાં આવેલી ઓછામાં ઓછી આઠ મિસાઇલોને સફળતાપૂર્વક અટકાવી, જેણે મુખ્ય સરહદી વિસ્તારોને નિશાન બનાવ્યા. નિફ્ટી ગુરુવારે દિવસના ઉચ્ચતમ સ્તરથી લગભગ 200 પોઇન્ટ ઘટ્યો હતો, જ્યારે ભારતે દેશના લશ્કરી મથકોને નિશાન બનાવવાના પાકિસ્તાનના પ્રયાસોનો જવાબ આપતા વ્યાપક બજારોમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો.










