કારોબારી સપ્તાહના ચોથા એટલે કે ગુરુવારે શેરબજાર ઘટાડા સાથે જ ખૂલ્યું હતું. સવારે 9.30 કલાકે શેરબજાર લાલ નિશાનમાં ખૂલ્યું. સેન્સેક્સ −324.33 પોઇન્ટના ઘટાડા સાથે 75,614.85 અંક પર ખૂલ્યું હતુ જ્યારે નિફ્ટી −78.50પોઇન્ટના ઘટાડા સાથે 22,854.40 અંક પર ખૂલ્યું હતું.
લાલ નિશાનમાં ખૂલ્યુ માર્કેટ
વૈશ્વિક બજારોમાં મિશ્ર વલણો વચ્ચે ગુરુવારે (20 ફેબ્રુઆરી) સ્થાનિક શેરબજારો ફરી એકવાર લાલ નિશાનમાં ખુલ્યા. આજે વૈશ્વિક બજારોમાં અસ્થિરતા, યુએસ ફેડરલ રિઝર્વ મિનિટ્સનું વિશ્લેષણ, વિદેશી રોકાણકારોની પ્રવૃત્તિ, રશિયા-યુક્રેન સંઘર્ષના ઉકેલમાં પ્રગતિ અને યુએસ ટેરિફ ચિંતા જેવા પરિબળો બજારની દિશા નક્કી કરશે.
દરમિયાન, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ બુધવાર, 19 ફેબ્રુઆરીના રોજ 1,881.30 કરોડ રૂપિયાના ભારતીય ઇક્વિટી વેચ્યા હતા, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ ટ્રેડિંગ સત્ર દરમિયાન 1,957.74 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા.
બુધવારે બજારની ચાલ કેવી રહી?
ગુરુવારે ઉતાર-ચઢાવ વચ્ચે, સ્થાનિક શેરબજારો થોડા ઘટાડા સાથે બંધ થયા. 30 શેરો વાળા BSE સેન્સેક્સ 28.21 પોઈન્ટ અથવા 0.04% ઘટીને 75,939.18 પર બંધ થયા. તેવી જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફ્ટી 50 12.40 પોઈન્ટ અથવા 0.05% ઘટીને 22,932 પર બંધ થયો.