આજે શેરબજારમાં લીલા નિશાન સાથે શરૂઆત થઈ. સેન્સેકસ +7.94 (0.0096%)ના ઉછાળા સાથે 82,338.53ના સ્તર પર ખૂલ્યો. અને નિફ્ટી +3.75 (0.015%)ના ઉછાળા સાથે 25,023.55ના સ્તર પર ખૂલ્યો. સપ્તાહના પ્રથમ દિવસે બજાર લાલ નિશાન સાથે શરૂઆત કર્યા બાદ તરત જ લીલા નિશાન સાથે સકારાત્મક શરૂઆત કરી. 19 મે સોમવારના રોજ ઘટાડા સાથે શરૂઆત કર્યા બાદ સેન્સેકસ અને નિફ્ટીમાં ઉછાળો જોવા મળ્યો.
ગત સપ્તાહે બજારમાં 14 મેના રોજ 260થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે શરૂઆત થઈ હતી. જયારે બાકીના દિવસોમાં બજારમાં એકદંરે નબળી શરૂઆત થઈ હતી. ગતસપ્તાહમાં બજારનું સુસ્ત વલણ જોવા મળ્યું હતું. શુક્રવારે સપ્તાહના અંતમાં બજાર બંધ થવાના સમયે સેન્સેકસમાં 200 પોઈન્ટનો ઘટાડો થયો. આજે સેન્સેક્સ 82,330.59ના સ્તર પર બંધ થયો. જ્યારે નિફટી −42.30 (0.17%) ઘટી 25,019.80ના સ્તર પર બંધ થયો. ગત સપ્તાહમાં શેરબજારમાં શરૂઆતના દિવસોમાં તેજી બાદ મંદીનું વાતાવરણ જોવા મળ્યું હતું. અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજાર ઘટાડા સાથે બંધ થયું. સેન્સેક્સની ટોચની 30 કંપનીઓમાંથી 16 કંપનીઓના શેર ઘટાડા સાથે બંધ થયા. સૌથી મોટો ઘટાડો ભારતી એરટેલના શેરમાં જોવા મળ્યો.
