આજે શેરબજારમાં બીએસઈ સેન્સેક્સ 82,249.60 પર ખુલ્યો, જે પાછલા 82,429.90 ના બંધ દરની સરખામણીમાં લગભગ 180 પોઈન્ટ ઘટીને બંધ થયો. તેવી જ રીતે,નિફ્ટી 50 ઇન્ડેક્સ સોમવારના 24,924.70 ના બંધ સામે 60 પોઈન્ટ ઘટીને 24,864.05 પર ખુલ્યો. વૈશ્વિક બજારમાં તેજી હોવા છતાં, સ્થાનિક શેરબજારમાં આજે બજારના આરંભે નબળી શરૂઆત જોવા મળી. 

ગઈકાલે સપ્તાહના પ્રથમ દિવસે બજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો.  સોમવારે સેન્સેક્સ 1890 પોઈન્ટના બમ્પર ઉછાળા સાથે 81344 પર પહોંચી ગયો હતો. નિફ્ટી 579 પોઈન્ટના ઉછાળા સાથે 24587 પર છે. સન ફાર્મા સિવાય સેન્સેક્સના બધા શેર લીલા નિશાનમાં ખુલ્યા હતા. અદાણી પોર્ટ્સ, બજાજ ફાઇનાન્સ, એક્સિસ બેંક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ટોચના તેજીમાં છે. જ્યારે  આજે શેરબજારની શરૂઆત નબળી રહી. એક દિવસ પહેલા જ બમ્પર ઉછાળા સાથે બંધ થયેલો BSEનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ આજે મંગળવારે લાલ નિશાન પર ખુલ્યો. NSE ના બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી સાથે પણ આવું જ હતું. સેન્સેક્સ 180 પોઈન્ટના ઘટાડા સાથે 82,249.60 પર ખુલ્યો. જ્યારે, નિફ્ટીએ આજના કારોબારની શરૂઆત 60 પોઈન્ટની નબળાઈ સાથે 24,864.05 ના સ્તરે કરી હતી.

અમેરિકા-ચીન વેપાર સોદા બાદ વોલ સ્ટ્રીટમાં રાતોરાત ઉછાળા બાદ મંગળવારે એશિયન બજારોમાં ઉછાળો જોવા મળ્યો. જાપાનના નિક્કી 225 માં 2.17 ટકાનો વધારો થયો, જ્યારે ટોપિક્સ ઇન્ડેક્સમાં 1.77 ટકાનો વધારો થયો. દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 0.13 ટકા અને કોસ્ડેક 1.01 ટકા વધ્યો. હોંગકોંગના હેંગ સેંગ ઇન્ડેક્સ ફ્યુચર્સ નબળા ખુલવાનો સંકેત આપે છે.