સપ્તાહના બીજા દિવસે એટલે કે મંગળવારે શેર બજારની મંગળ શરૂઆત થઇ છે. સેન્સેક્સ અને નિફ્ટી લીલા નિશાનમાં ખૂલ્યા છે. સવારે 9.30 કલાકે શેર માર્કેટની સ્થિતિ વિશે વાત કરીએ તો, સેન્સેક્સ 81,282 અંક પર 131.62 પોઇન્ટના વધારા સાથે ખૂલ્યો છે. નિફ્ટી 24,813 અંક સાથે 32.50 પોઇન્ટના વધારા પર ખૂલ્યુ હતું. બજાર ખૂલ્યા પછી, બજાજ હાઉસિંગના શેરમાં 3%ના વધારા સાથે ટ્રેડિંગ થતું જોવા મળ્યું હતું, જ્યારે CG પાવરના શેરમાં 5%ના વધારા સાથે ટ્રેડિંગ થતું જોવા મળ્યું હતું.
આ શેરમાં વધારો-ઘટાડો
આજે આઈટી ઈન્ડેક્સમાં વધારાને કારણે બજારને થોડો સપોર્ટ મળી રહ્યો છે, જેમાં મુખ્યત્વે ટેક મહિન્દ્રા, વિપ્રો, ટેક મહિન્દ્રાના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. આજે નિફ્ટી આઈટી અને એફએમસીજી ઈન્ડેક્સ પણ ઘટાડા પર ટ્રેડ થઈ રહ્યા છે. IT ઈન્ડેક્સ માર્કેટ માટે સપોર્ટ સેન્ટર બનવાનો પ્રયાસ કરી રહી છે.
બજારમાં જોરદાર સ્પર્ધા
શેરબજારની શરૂઆતના સમયે ઉછાળા અને ઘટાડા વચ્ચે ગાઢ હરીફાઈ જોવા મળી રહી છે. જો આપણે અહીં એડવાન્સ-ડિક્લાઈન રેશિયો જોઈએ તો 900 શેરમાં વધારો જોવા મળી રહ્યો છે અને માત્ર 900 શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. GIFT નિફ્ટીમાં આજે નજીવો વધારો જોવા મળ્યો હતો, જેના પછી ભારતીય બજારો માટે કોઈ ખાસ સંકેતો જોવા મળ્યા ન હતા પરંતુ તે 28 અંક વધીને 24816.50 ના સ્તર પર પહોંચી ગયો હતો.
ગઈ કાલે અમેરિકન બજારોમાં ઘટાડો
ગઈ કાલે અમેરિકન બજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો અને એવું લાગી રહ્યું હતું કે આનાથી તેમની ગતિને બ્રેક લાગી છે. સોમવારે યુએસ માર્કેટમાં માત્ર નેસ્ડેકમાં જ તેજી જોવા મળી હતી અને ડાઉ જોન્સની સાથે S&P 500માં મોટો ઘટાડો નોંધાયો હતો.
એશિયન બજારોમાં મિશ્ર વલણ
એશિયન બજારોમાં શાંઘાઈ અને હોંગકોંગમાં ઉછાળો હતો જ્યારે સિયોલ અને ટોક્યોમાં ઘટાડો જોવા મળ્યો હતો. સોમવારે યુએસ માર્કેટ મિશ્ર સેન્ટિમેન્ટ સાથે બંધ થયા હતા. વૈશ્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 0.24 ટકા ઘટીને 74.11 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયું છે. સોમવારે BSE સેન્સેક્સ 73.48 પોઈન્ટ અથવા 0.09 ટકા ઘટીને 81,151.27 પર બંધ થયો હતો. નિફ્ટી 72.95 પોઈન્ટ અથવા 0.29 ટકા ઘટીને 24,781.10 પર બંધ થયો.