શેરબજારમાં આજે સામાન્ય શરૂઆત જોવા મળી. શેરબજારમાં આજે બીએસઈ (BSE) સેન્સેક્સ 79,968.61ના સ્તર પર ખૂલ્યો સ્તર પર ખૂલ્યો. તે જ સમયે, NSE નિફ્ટીમાં બજારના આરંભે 24289ના સ્તર પર ખુલ્યો. શેરબજારમાં

આજે સેન્સેક્સ 28 પોઈન્ટના નજીવા વધારા સાથે 79,968.61 પર ખુલ્યો. જ્યારે, નિફ્ટીએ શુક્રવારે અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસની શરૂઆત 42 પોઈન્ટના વધારા સાથે 24289ના સ્તરે શરૂઆત કરી. ગત રોજ બજારના આરંભે ઘટાડો જોવા મળ્યો હતો. બજારમાં આજે પણ છેલ્લા કેટલાક દિવસથી શેરબજારમાં સતત તેજી જોવા મળી રહી હતી આજે તેના પર બ્રેક લાગી છે. અગાઉ બીએસઈ સેન્સેક્સ 80,000ની ઉપર ખુલવામાં સફળ રહ્યો હતો. જ્યારે આજે સેન્સેક્સ 80,000ના નીચેના સ્તર પર ખુલતા બજારના આરંભે નબળી શરૂઆત જોવા મળી.

સ્થાનિક શેરબજારમાં આજે ગતરોજના ઘટાડા બાદ ફરી તેજી તરફ આગળ વધવાના પ્રયાસ કરી રહ્યું છે. વૈશ્વિક બજારોમાંથી કેટલાક સકારાત્મક સંકેતો મળી રહ્યા છે. એશિયન બજારોમાં તેજી જોવા મળી, જ્યારે વોલ સ્ટ્રીટમાં રાતોરાત ટેક શેર્સ અને યુએસ-ચીન વેપાર યુદ્ધમાં રાહતના સંકેતોને કારણે તેજી જોવા મળી. ગુરુવારે, ભારતીય શેરબજાર સૂચકાંકો નફા-બુકિંગ પર નીચા સ્તરે બંધ થયા, જેના કારણે તેમનો સાત દિવસનો તેજી પર બ્રેક લાગી હતી.