ભારતીય શેરબજારમાં આગામી 20 નવેમ્બરે બુધવારના દિવસે એક દિવસની રજા જાહેર કરવામાં આવી છે. જેથી બીએસઈ અને એનએસઈમાં કોઈ કામકાજ નહીં થાય. શેરબજારમાં રજાની જાહેરાત મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને લીધે કરાઈ છે. શેરબજારે આ અંગેની જાણકારી સત્તાવાર સર્ક્યુલરથી આપી છે.



કરન્સી બજાર અને કોમોડિટી એક્સચેન્જ બંધ રહેશે

બંને શેરબજાર એક્સચેન્જ એટલે કે BSE અને NSE પર શેરબજારમાં રજા રહેશે અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને કારણે આ દિવસે એક્સચેન્જમાં કોઈ કામકાજ થશે નહીં. કરન્સી માર્કેટ અને કોમોડિટી એક્સચેન્જમાં ટ્રેડિંગ માટે પણ રજા રહેશે.

મુંબઈમાં રાજકીય ઉથલપાથલ

ઝારખંડ વિધાનસભાની ચૂંટણી પણ એ જ દિવસે યોજાશે અને ઉત્તર પ્રદેશની 9 વિધાનસભા પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જો કે, શેરબજારમાં રજા આપવામાં આવી છે કારણ કે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ચૂંટણીનો દિવસ છે જ્યાંથી સ્ટોક એક્સચેન્જ કાર્યરત છે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં 20મી નવેમ્બરે રાજકીય ઉથલપાથલ થશે અને આ કારણોસર તમામ મુંબઈકર અને મહારાષ્ટ્રના રહેવાસીઓ તેમના મતદાનના અધિકારનો ઉપયોગ કરી શકે તે માટે નાણાકીય કામકાજને થોડો વિરામ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.


નવેમ્બરમાં શેરબજાર 12 દિવસ બંધ રહેશે

નવેમ્બરમાં શેરબજાર કુલ 12 દિવસ બંધ રહેવાનું છે અને તેનું કારણ તહેવારો અને ખાસ રજાઓ છે. દિવાળી નિમિત્તે 1 નવેમ્બર શુક્રવારના રોજ શેરબજારમાં રજા હતી. આ પછી, ગુરુ નાનક જયંતિના કારણે શુક્રવારે 15 નવેમ્બરે શેરબજારમાં રજા રહેશે. આ પછી, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના દિવસે 20 નવેમ્બર, બુધવારે શેરબજાર બંધ રહેશે. મહિનાના તમામ શનિવાર અને રવિવાર સહિત નવેમ્બરમાં શેરબજારમાં કુલ 12 દિવસની રજાઓ છે.

 NSE પર રજાનું નોટિફિકેશન જાહેર કરાયું

એનએસઈ પર એક્સચેન્જ દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, "મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આવતા બુધવાર, 20 નવેમ્બરના રોજ ટ્રેડિંગ હોલિ-ડે ચાલુ રાખવામાં આવશે." તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે 288 સભ્યોની વિધાનસભામાં 20 નવેમ્બરે મતદાન થશે અને 23 નવેમ્બરે મતગણતરી થશે.


  • Follow us on: