ભારતીય બજારો માટે સારા સંકેતો છે. એફઆઈઆઈ દ્વારા સતત ચોથા દિવસે રોકડમાં સારી ખરીદી જોવા મળી હતી. ગિફ્ટી નિફ્ટી 60 પોઈન્ટની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. એશિયન બજારો ઉછળ્યા હતા. બીજી તરફ અમેરિકન બજાર ગઈ કાલે તેજી સાથે બંધ થયા હતા.
આજે શેરબજારમાં ફ્લેટ ટ્રેડિંગ શરૂ થઈ ગયું છે. શરૂઆતના ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 40 પોઈન્ટના વધારા સાથે 77,976 પર ખુલ્યો હતો. નિફ્ટી 20 પોઈન્ટ મજબૂત થઈને 23,700 પર ખુલ્યો હતો. બેન્ક નિફ્ટી 33 પોઈન્ટ વધીને 51,640 પર ખુલ્યો હતો. રૂપિયો 85.76ની સામે 85.79/$ પર ખુલ્યો. નોંધનીય છે કે આજે નિફ્ટીના તમામ ક્ષેત્રીય સૂચકાંકો લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. મેટલ શેર્સમાં સૌથી વધુ ખરીદી જોવા મળી રહી છે. એફએમસીજી અને ફાર્મા ઇન્ડેક્સ સૌથી નીચા છે.
